
મને લાગે છે કે જેઓ ગુજરાતી પ્રમુખ પેડ વાપરે છે તે સૌએ એક વાત તો સ્વિકારવી રહીકે પ્રમુખ ટાઇપ પેડ આવ્યા પછી માતૃભાષામાં વિચારો વ્યક્ત કરવાની બાબતે ક્રાંતિ આવી…
પહેલા ભાષાનું ટાઇપીંગ નહોંતુ થતુ તેમ તો નહોંતુ પણ પ્રેક્ટીસથી તે ફોંટની જગ્યા યાદ રાખવાની અને તેમા થતા વિલંબને કારણે બહુ લોકભોગ્ય નહોંતી થતી.
“શ્રુતી” ફોંટ કે જેને માઇક્રોસોફ્ટ એક્સ. પી. ના ફોંટમાં સ્થાન મળ્યુ ત્યાર બાદ વિશાલે કોમ્પ્યુટર ઉપર કી બોર્ડ બનાવ્યુ કે જે અંગ્રેજીમાં તમે ટાઇપ કરો અને ગુજરાતી ફોંટમાં તમે તેને જોઇ શકો. અંગ્રેજીમાં “kem chho?” લખવાથી ગુજરાતીમાં લખાતા “કેમ છો?” માટે જરુરી કાર્ય કરતા વિશાલને સારો એવો સમય લાગ્યો. વળી યુગ્મ અક્ષરો જેવા કે હ્ય જ્ઞ અને દ્ર માટે અંગ્રેજીમાં અક્ષરો હતા જ નહીં. કોમ્પ્યુટરમાં ઇજનેર હતો તેથી તે અક્ષરો રચ્યા અને તેના ટાઈપ પેડમાં મુક્યા.
આ તબક્કે તેના સર્વ કાર્યોનો શ્રેય તેના ગુરુ પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજને અર્પણ કરતા ટાઇપ પેડનું નામ “પ્રમુખ” ટાઇપ પેડ રાખ્યુ જે ખરેખર આજે પ્રમુખ એટલે કે આગળ પડતુ ટાઇપ પેડ બન્યુ જેમાં ૨૦ જેટલી ભારતીય ભાષામાં ટાઇપ કરી શકાય છે.
નાની નાની અનેક શોધો તે કરતો રહ્યો..
• જેમકે આખુ ટાઇપ પેડ વર્ડપ્રેસ માં મુકી બ્લોગરોને ટાઈપ કર્યા બાદ કોપી પેસ્ટ કરવાની ઝંઝટમાંથી મુક્ત કર્યા.
• ફાયર ફોક્સ બ્રાઉસરનું પ્લગ ઇન બનાવ્યું કે જેથી કોઇ પણ વેબસાઇટ પર ભારતીય ભાષાઓમાં લખી શકાય.
• વીંડોઝ ઑપરેટિંગ સિસ્ટમમાં કી બોર્ડ મુકી આપ્યુ કે જેથી વર્ડ ડોક્યુમેંટ તથા બીજા પ્રોગ્રામમાં સીધું ટાઇપ થવા માંડ્યુ જે કેટલાય કોલમ લેખકો અને સમાચાર પત્રોમાં કામ કરતા સૌને મોટો આશિર્વાદ બન્યો.
• જાવાસ્ક્રીપ્ટની લાઇબ્રેરીની મદદથી માત્ર ૪ લીટીના કોડથી કોઇ પણ વેબસાઇટમાં ભારતીય ભાષાઓમાં લખવાની સવલત આપી શકાય.
• પબ્લીશીંગમાં વપરાતા જુદા જુદા ફોંટ હજી વિશાલને માટે શીર દર્દ સમાન હતા જે ફોંટ કન્વર્ટર શોધીને તેણે દુર કર્યો. આ ફોંટ કન્વર્ટર પ્રકાશન માધ્યમની એક અગત્યની જરુરિયાત પુરી પાડે છે જેમ કે જુદા જુદા લેખકો જુદા જુદા ફોંટમાં લેખ ન્યુઝ પેપરને મોકલે પણ ન્યુઝ પેપર વર્ષોથી તેમના ફોંટમાં છાપતા હોય ત્યારે આ ફોંટ કન્વર્ટર નો ઉપયોગ કરી એક ફોંટમાં બધા લેખો તૈયાર થતા હોય છ
• ૮ ભારતીય ભાષાઓમાં સ્પેલીંગ બી સ્પર્ધા કરી શકાય તેવું સોફ્ટવેર બનાવ્યું.
• મર્યાદિત શબ્દો પર આધારિત ગુજરાતી સ્પેલ ચેકર બનાવ્યું કે જેમાં ગુજરાતીમાં લખાયેલ લખાણમાં જોડણીની ભુલો તથા તે ભુલો સુધારવા માટેના વૈકલ્પિક શબ્દો દર્શાવવામાં આવે છે. આ સોફ્ટવેરના ઉદભવ વિષે વિશાલ જણાવે છે કે “૨૦૦૪ ના અંતમાં હું મારી ગઝલોને ચિત્ર સ્વરૂપે મારી વેબસાઇટ પર ચડાવતો હતો કે જેથી કોઇ પણ વ્યક્તિ ફોન્ટ ડાઉનલોડ કર્યા વિના તે માણી શકે. આ સમયે ગુજરાતી ટાઇપ કરવું અત્યંત કઠિન હતું કારણ કે ગુજરાતી ફોન્ટનું કીબોર્ડ હું યાદ રાખી શકતો નહોતો તેથી થોડાક વાક્યો પણ ટાઇપ કરવામાં અત્યંત સમય જતો હતો. પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજના પ્રવચનોમાં ગુજરાતી ભાષાની મહત્તા અંગે “ભાષા જશે તો સંસ્કાર જશે” જેવા વાક્યોએ મને ગુજરાતી ભાષા માટે કંઇક કરી છૂટવાની અદમ્ય ઇચ્છા જન્માવી. આ જ ઇચ્છાએ મને પ્રેરક બળ આપ્યું અને હું મારા ગુજરાતી ટાઇપ કરવાના પ્રશ્નોનું સમાધાન મેળવવા માટે યોગ્ય ટેકનોલોજીના સંશોધન માટે અલગ અલગ દિશાઓમાં વિચારવા લાગ્ય
૧ વર્ષ કરતાં પણ વધારે સમયના સંશોધનના અંતે જાન્યુઆરી ૨૦૦૬ માં ગુજરાતી અને અન્ય ૭ ભારતીય ભાષાઓમાં સરળતાથી ટાઇપ કરી શકાય તેવું ટાઇપ પેડ બનાવ્યું.” ૨૦૦૬ થી લઇને આજ સુધી વિશાલે બનાવેલ વિવિધ સોફ્ટવેર અને તેની આવૃત્તિઓ આ પ્રમાણે છે. • ૫ જાન્યુઆરી, ૨૦૦૬ – ૮ ભારતીય ભાષામાં સાદું ટાઇપ પેડ • ૨૦ મે, ૨૦૦૬ – યાહુ મેસેન્જર અને ગુગલ ટૉક માટેનું ચીટચેટ ૧.૦ (અત્યારનું વિન્ડોઝનું પ્રમુખ આઇએમઇ) • ૨૬ ઓગસ્ટ, ૨૦૦૬ – યાહુ મેસેન્જર અને ગુગલ ટૉક માટેનું ચીટચેટ ૧.૧ (અત્યારનું વિન્ડોઝનું પ્રમુખ આઇએમઇ) • ૧૬ સપ્ટેમ્બર, ૨૦૦૬ – યાહુ મેસેન્જરનું પ્લગઇન • વર્ષ ૨૦૦૭ – ગુજરાતી નોન યુનિકોડ થી યુનિકોડ ફોન્ટ કન્વર્ટર પ્રોગ્રામ • ૩૦ મે, ૨૦૦૮ – પ્રમુખ ટાઇપ પેડ ૧.૦, ટાઇની એમસીઇ અને વર્ડપ્રેસના પ્રમુખ આઇએમઇ પ્લગીન ૧.૦ • ૨૬ ઓગસ્ટ, ૨૦૦૮ ગુજરાતી માટેનું અક્ષર સ્પેલ ચેકર • ૮ ઓક્ટોબર, ૨૦૦૮ – પ્રમુખ ટાઇપ પેડ ૨.૦, ટાઇની એમસીઇ, સીકે એડિટર અને વર્ડપ્રેસના પ્રમુખ આઇએમઇ પ્લગીન ૨.૦ • ૮ એપ્રીલ ૨૦૦૯ – ફાયર ફોક્સ પ્લગીન • ૨૪ જુલાઇ ૨૦૦૯ – પ્રમુખ ટાઇપ પેડ ૨.૫, ટાઇની એમસીઇ, સીકે એડિટર અને વર્ડપ્રેસના પ્રમુખ આઇએમઇ પ્લગીન ૨.૫ • ૧૨ સપ્ટેમ્બર, ૨૦૦૯ – વિન્ડોઝનું પ્રમુખ આઇએમઇ ૧.૦ • ૨૨ ડિસેમ્બર, ૨૦૦૯ – વિન્ડોઝનું પ્રમુખ આઇએમઇ ૧.૧ અને સ્પેલિંગ બી સોફ્ટવેર • ૧૦ જુન, ૨૦૧૨ – પ્રમુખ ટાઇપ પેડ ૩.૦, ટાઇની એમસીઇ અને સીકે એડિટરના પ્રમુખ આઇએમઇ પ્લગીન ૩.૦ • ૧૪ જાન્યુઆરી, ૨૦૧૩ – ગુજરાતી યુનિકોડથી નોન યુનિકોડ ફોન્ટ કન્વર્ટર • ૨૧ ફેબ્રુઆરી, ૨૦૧૩ – હિન્દી યુનિકોડથી નોન યુનિકોડ અને નોન યુનિકોડથી યુનિકોડ ફોન્ટ કન્વર્ટર • ૧૫ ઓગસ્ટ, ૨૦૧૩ – વિન્ડોઝનું પ્રમુખ આઇએમઇ ૨.૦ ૨૦૦૪ થી લઇને ઓગસ્ટ ૨૦૧૩ સુધી વિશાલે ૨૩૦૦ કરતાં પણ વધારે કલાકોનું યોગદાન આપીને આ વિવિધ સોફ્ટવેર વિકસાવ્યા છે.
ભવિષ્યમાં તે ગુજરાતી સ્પેલ ચેકરને વધારે સારું બનાવવા અને વધારે શબ્દો ઉમેરવા માટેની તૈયારી કરી રહ્યો છે જેમાં સાર્થ જોડણી અને ભગવદ ગોમંડલ ના શબ્દો સંકલીત કરી રહ્યો છે તેના ડેટાબેઝ ની શોધ કરી રહ્યો છે.
Like this:
Like Loading...