RSS

આવો, ગુજરાતી બ્લોગ જગતને એક ઓળખ આપીએ

01 ઓક્ટોબર

પ્રિય મિત્રો

પહેલા તો એમ કહો કે તમને ખબર છે ગુજરાતી બ્લોગ જગતમાં અત્યારે લગભગ ૯૫૦ થી વધુ બ્લોગ્સ અસ્તિત્વમાં છે? એમાંથી તમે કેટલા બ્લોગને જાણો છો? તમને કયો બ્લોગ વાંચવાનું ગમે છે? આટલા બધા ગુજરાતી બ્લોગમાંથી તમને વાંચવા ગમે તેવા અને ઉપયોગી થાય એવા બ્લોગ કેટલા અને કયા કયા?

આ પ્રશ્નનો ઉત્તર દરેક માટે અલગ અલગ હશે. સવાલ વિષયપસંદગી ઉપરાંત અંગત ગમા અણગમા અને બ્લોગની ઉપયોગિતાનો પણ ખરો!

તો ચાલો આપણે શોધીએ ગુજરાતીના સૌથી વધુ પ્રખ્યાત બ્લોગ્સ… ગુજરાતી વેબવિશ્વના આ પ્રથમ અને અનોખા પ્રયાસને સફળ બનાવવા માટે અમને જરૂર પડશે તમારી જ મદદની.

નેટજગત, જે બ્લોગ તમે અત્યારે જોઈ રહ્યા છો – અહીં ૯૫૦ થી વધુ ગુજરાતી બ્લોગ્સના નામ – વેબકડી એકત્રિત કરાયા છે.

તમને વાંચવો ગમે છે તે બ્લોગ અથવા વેબસાઈટ આ યાદીમાં છે? જો આપનો જવાબ હા હોય તો ઉત્તમ અને જો આપનો જવાબ ના હોય તો આ કડી http://netjagat.feedcluster.com/forms/add.jsp પર ક્લિક કરીને તે બ્લોગનો પ્રસ્તુત યાદીમાં ઉમેરો કરાવો. (આભાર)

ગુજરાતી બ્લોગજગતને એક તાંતણે બાંધતી કડી એ નિઃશુલ્ક સેવા છે જેનો હેતુ માત્ર જાણકારી આપવાનો છે. સતત વિસ્તરતા, વિકસતા અને સમૃદ્ધ થઈ રહેલા ગુજરાતી બ્લોગ જગતને આગવી ઓળખ આપવાના હેતુથી એક સર્વે – એક ચૂંટણીનું અમે આયોજન કર્યું છે. નેટજગત સમગ્ર ગુજરાતી બ્લોગજગતની અનુક્રમણિકા સમાન છે, એટલે આ સમગ્ર પ્રક્રિયા અહીં કરવાનું આયોજન થયું છે. અને આ સમગ્ર પ્રક્રિયાના મતદાતા વાચક મિત્રો… તમે છો.

આ પ્રક્રિયા ત્રણ ચરણોમાં આયોજિત કરાઈ છે.

પ્રથમ ચરણ – મતદાન

આપની પાસે નીચે પ્રમાણે મત આપવાનો અવસર છે.

“શ્રેષ્ઠ ગુજરાતી બ્લોગ્સ” એ બહુમાનને છાજે તેવા બ્લોગ/બ્લોગ્સને આપે નોમિનેટ કરવાના છે – નીચે પ્રતિભાવ વિભાગમાં લખવાના છે.

મને ગમતો બ્લોગ / બ્લોગ્સ / વેબસાઈટ – ૧,____ ૨,____ ૩,____ ૪____ ૫____ છે. આપ વધુમાં વધુ પાંચ બ્લોગ્સ / વેબસાઈટના નામ નોમિનેટ કરી શકો છો.

એટલે કે આ લેખની અંતે બ્લોગની કોમેંટની જગ્યાએ આપને ગમતા પાંચ બ્લોગ્સ / વેબસાઈટની એક ટૂંકી યાદી બનાવશો.

યાદ રાખશો કે

 • એક વ્યક્તિ ફક્ત એક જ વખત વોટ આપી શક્શે અને એક થી વધુ વખત વોટ અપાયાના કિસ્સામાં પ્રથમ વોટ જ માન્ય રખાશે.
 • પ્રતિભાવ આપતી વખતે યોગ્ય સ્થળે આપના સાચા નામ અને ઈ-મેલ સરનામા સાથે પ્રતિભાવમાં આપને ગમતા પાંચ કે તેથી ઓછા આપને ગમતા બ્લોગ્સ / વેબસાઈટનું નામ – વેબલિન્ક આપવાના રહેશે.
 • આપને આ બ્લોગ / વેબસાઈટ કયા કારણથી ગમે છે તે પણ શક્ય હોય તો ટૂંકાણમાં જણાવશો.
 • સાચા નામ અને ઈ-મેલ સરનામાંના અભાવમાં વોટ માન્ય રખાશે નહીં.
 • આપના પ્રતિભાવ મતદાન પ્રક્રિયા ચાલે ત્યાં સુધી ખાનગી રાખવામાં આવશે.

દ્વિતિય ચરણ – નિર્ણાયકો દ્વારા પસંદગી

આપના મતોને આધારે સૌથી વધુ મત ધરાવતા પ્રથમ ૨૫ બ્લોગ્સ / વેબસાઈટ નિર્ણાયકો સુધી પહોંચાડવામાં આવશે.

એ યાદીમાંથી વિવિધ ક્ષેત્રવાર ગુણવત્તા ચકાસણીને અંતે નિર્ણાયકો દ્વારા પ્રમુખ ગુજરાતી બ્લોગ (૧૦)  વિજેતાઓ નક્કી કરાશે.

આ સ્પર્ધા નાં નિર્ણાયકો તરીકે નીચેની વ્યક્તિઓએ સ્વિકૃતિ આપી છે.

 1. કૃષ્ણકાંતભાઈ ઉનડકટ
 2. જયશ્રીબેન ભક્તા પટેલ
 3. નીલમબેન દોશી
 4. નીલેશભાઈ વ્યાસ
 5. ચેતનાબેન શાહ
 6. વિનયભાઈ ખત્રી
 7. વિશાલભાઈ મોણપરા

મતદાનની વિભાવના તથા આયોજન – જીજ્ઞેશ અધ્યારૂ
પ્રચાર અને પ્રસાર – વિજય શાહ અને કાંતીલાલ કરસાલા

આ સમગ્ર આયોજનમાં સેવા આપી રહેલા નિર્ણાયક મિત્રોના અથવા આયોજકોના બ્લોગ્સ આ સ્પર્ધામાં સામેલ નથી અને તેના માટે વોટ આપી શકાતા નથી એ વાતની નોંધ લેશો. એ બ્લોગ્સ તેમના નામની સાથે નીચે દર્શાવ્યા મુજબ છે.

કૃષ્ણકાંતભાઈ ઉનડકટ (તંત્રીશ્રી, સંદેશ)    http://krishnkantunadkat.blogspot.com
જયશ્રીબેન ભક્તા પટેલ (ટહુકો વેબસાઈટના સંચાલક) http://tahuko.com
નીલમબેન દોશી (વાર્તાકાર અને બ્લોગર) http://paramujas.wordpress.com
વિશાલભાઈ મોણપરા (વેબ ડેવલપર અને કવિ ) http://www.vishalon.net
ચેતનાબેન શાહ (સમન્વય વેબસાઈટના લેખક / સંચાલક) http://samnvay.net
વિનયભાઈ ખત્રી (ફનએનગ્યાન વેબસાઈટના સંચાલક) http://funngyan.com

જીજ્ઞેશભાઈ અધ્યારૂ (અક્ષરનાદ વેબસાઈટ સંપાદક) http://aksharnaad.com
જીજ્ઞેશભાઈ અધ્યારૂ (અધ્યારૂ નું જગત બ્લોગના સંચાલક) http://adhyaru.wordpress.com
વિજયભાઈ શાહ (વિજયનું ચિંતન જગત બ્લોગના સંચાલક) http://www.vijayshah.wordpress.com
કાંતિલાલ કરસાળા (ઋષિચિંતન વેબસાઈટના સંચાલક) http://rushichintan.com

તૃતિય ચરણ – વિજેતાઓની જાહેરાત

મતદાન ને અંતે જીતેલા બ્લોગરોને વિજેતા સૂચિત કરતું એક ચિત્ર (બેજ) આપવામાં આવશે જે તેઓ ઈચ્છે તો નેટજગતના વિજેતાઓ જાહેર કરતા પાનાની કડી સાથે / કડી વગર તેમની વેબસાઈટ પર મૂકી શક્શે. આ સ્પર્ધાના નિર્ણયના દિવસથી ૩ મહિના સુધી આ બ્લોગ ઉપર વિશેષ સ્થાન, ઉલ્લેખ અને માનપત્ર મળશે.

યાદ રાખશો – મત આપવાનો અંતિમ દિવસ છે  ૧૫ ઓક્ટોબર ૨૦૧૧.

તો ચાલો, સાથે મળીને ગુજરાતી બ્લોગવિશ્વને એક ઓળખ આપીએ.

આ મતદાન વિશે મિત્રોને જાણકારી આપવા અહીં દર્શાવેલું ચિત્ર આપના બ્લોગ પર મૂકો. તેનો કોડ અને ઈમેજની કડી નીચે આપી છે, જેના પર ક્લિક કરીને વધુને વધુ લોકો આ પ્રક્રિયામાં ભાગ લઈ શક્શે.

ચિત્રની કડી છે –

અને આ ચિત્ર સીધું આપના બ્લોગના સાઈડબાર વિજેટમાં મૂકવા માટેનો કોડ નીચે મુજબ છે જે આપ કોપી પેસ્ટ કરીને ત્યાં મૂકી શકો છો.

<a href="https://netjagat.wordpress.com/2011/10/01/gujarati-blog-world-toppers/"><img title="શ્રેષ્ઠ ગુજરાતી બ્લોગ્સ" src="https://netjagat.files.wordpress.com/2011/09/gujarati-blog-voting-call1.gif" alt="Vote for Gujarati Blogs" width="225" height="300" /></a><span style="color: #8a1717;">મત આપવાની છેલ્લી તારીખ છે ૧૫ ઑક્ટોબર

– જિજ્ઞેશ અધ્યારૂ, વિજય શાહ, કાંતિલાલ કરસાળા

 
ફક્ત અહીં યાદીમાં જોઈને નહીં પણ તમે કયા કયા બ્લૉગની મુલાકાત લો છે અને તેમાથી કયા કયા બ્લૉગ ગમે છે, તેમાંથી પાંચ સૌથી વધુ ગમતા બ્લૉગની લિન્ક પ્રતિભાવમાં જણાવવાની છે. બ્લોગ કે વેબસાઈટ અહીં ઉપલબ્ધ યાદી બહારના પણ હોઈ શકે છે.
 
193 ટિપ્પણીઓ

Posted by on ઓક્ટોબર 1, 2011 માં ગુજબ્લોગજગત

 

ટૅગ્સ:

193 responses to “આવો, ગુજરાતી બ્લોગ જગતને એક ઓળખ આપીએ

 1. krunal patel

  ઓક્ટોબર 15, 2011 at 4:07 પી એમ(pm)

   
 2. krupa patel

  ઓક્ટોબર 15, 2011 at 4:10 પી એમ(pm)

   
 3. abhishek maisuria

  ઓક્ટોબર 15, 2011 at 4:12 પી એમ(pm)

   
 4. hemant sonar

  ઓક્ટોબર 15, 2011 at 4:12 પી એમ(pm)

   
 5. krunal

  ઓક્ટોબર 15, 2011 at 4:13 પી એમ(pm)

   
 6. sushil yadav

  ઓક્ટોબર 15, 2011 at 4:15 પી એમ(pm)

   
 7. Dr. Janak B. Shah

  ઓક્ટોબર 15, 2011 at 4:23 પી એમ(pm)

   
 8. Krutarth Amish

  ઓક્ટોબર 15, 2011 at 4:41 પી એમ(pm)

  ઈન્ટરનેટ પર વેપાર … ગુજરાતી માં (મુર્તઝા પટેલ)
  ગુજરાતી-વર્ડ (ઉર્વીશ કોઠારી)
  પ્લેનેટ જેવી (જય વસાવડા)
  ટહુકો (ગુણવંત શાહ)

   
 9. Shrenik

  ઓક્ટોબર 15, 2011 at 7:30 પી એમ(pm)

   
 10. shenil

  ઓક્ટોબર 15, 2011 at 7:31 પી એમ(pm)

   
 11. Jaya

  ઓક્ટોબર 15, 2011 at 7:32 પી એમ(pm)

   
 12. mukesh

  ઓક્ટોબર 15, 2011 at 7:33 પી એમ(pm)

   
 13. GB

  ઓક્ટોબર 15, 2011 at 7:34 પી એમ(pm)

   
 14. ajay

  ઓક્ટોબર 15, 2011 at 7:38 પી એમ(pm)

   
 15. Praful Shah

  ઓક્ટોબર 15, 2011 at 10:59 પી એમ(pm)

  GOOD START CONGRATULATIONS..AGE BHADHO.. CHURNING WE WILL GET CREAM

   
 16. hemapatel

  ઓક્ટોબર 15, 2011 at 11:02 પી એમ(pm)

  1-gujaratisahityasarita.org
  2-gadyasarjansahiyaru
  3-vishwadeep.wordpress.com
  4-શબ્દોને પાલવડે
  5-nabhakashdeep

   
 
%d bloggers like this: