RSS

શ્રેષ્ઠ ગુજરાતી બ્લોગ / વેબસાઈટ સ્પર્ધા ૨૦૧૧ અપડેટ્સ

07 ઓક્ટોબર

મિત્રો,

સૌપ્રથમ તો શ્રેષ્ઠ ગુજરાતી બ્લોગ / વેબસાઈટ સ્પર્ધા ૨૦૧૧ ને અનોખો પ્રતિસાદ આપવા બદલ ખૂબ ખૂબ આભાર. આપના મત સતત મળી રહ્યા છે તે બદલ ધન્યવાદ.

ગુજરાતી બ્લોગની અપડેટેડ યાદી બ્લોગનાં નામ પ્રમાણેની યાદી કડી પર ઉપલબ્ધ છે જેમાં પ્રથમ વખત સૌથી વધુ 953 બ્લોગ્સનો સમાવેશ થયો છે. આ બ્લોગયાદી બનાવવા માટે રોજેરોજ કલાકો સુધી અને અંતે સમયના ટૂંકા ગાળાને જોતા દશેરાના દિવસે સવારના પાંચથી રાત્રીના બાર સુધી સતત મેરેથોન મહેનત કરનાર કાંતિભાઈનો આભાર.

છતાંય જો કોઈ મિત્રોના બ્લોગ / વેબસાઈટ ઉમેરવાના રહી ગયા હોય અથવા યાદીમાં કોઈ ભૂલ દેખાય તો સુધારો સૂચવવા વિનંતિ જેથી આ યાદીને ઉપયોગી અને ક્ષતિરહિત બનાવી શકાય. એક પણ ગુજરાતી બ્લોગ ઉમેરાયા વગરનો રહી ન જાય એ જોવાનો અહીં પ્રયત્ન કર્યો છે.

હવે મતદાનના આઠ દિવસ બાકી રહ્યા છે, આ દરમ્યાન શક્ય તેટલા વધુ મિત્રોને આ બાબતે જાણ કરી મતદાન કરાવવા વિનંતિ. બ્લોગર મિત્રો તેમને ગમતા બ્લોગ્સ સાથે પોતાના બ્લોગ માટે પણ મતદાન કરી શકે છે.

અત્યાર સુધી વોટ્સ મારફત 45 વેબસાઈટ્સ / બ્લોગ્સ એક કે વધુ વખત નોમિનેટ થઈ ચૂક્યા છે.

કેટલાક વડીલોએ ફોન પર અને ઈ-મેલ દ્વારા એમ પણ જણાવ્યું છે કે તેમને આ રીતે ફક્ત કોઈ પણ દસ વેબસાઈટ્સને શ્રેષ્ઠ જાહેર કરવી યોગ્ય નથી લાગતી કારણકે તેમના મતે વિવિધ ક્ષેત્રોમાં વિવિધ વેબસાઈટ્સ / બ્લોગ્સ યોગ્યતા ધરાવે છે. માટે ગુજરાતી બ્લોગવિશ્વને શ્રેષ્ઠ દસ બ્લોગની યાદીમાં તેઓ ન્યાય મળતો જોઈ શક્તા નથી. તેમના મતે બધી યોગ્ય વેબસાઈટ્સને મત આપવો શક્ય નથી કારણકે શક્ય છે કે સર્વથા યોગ્ય વેબસાઈટ્સ નોમિનેટ જ ન થાય.

મારે તેમને એ જ કહેવું છે કે યોગ્ય વેબસાઈટ સાથે ન્યાય યોગ્ય રીતે થાય તે માટે તમને ગમતી દસ કે બાર વેબસાઈટ્સ / બ્લોગ્સમાંથી ગમે તે પાંચ વેબસાઈટ્સ / બ્લોગને નોમિનેટ કરો. શક્ય છે કે તમારો એક મત તેને પ્રમુખ 25 ની યાદી સુધી લઈ જાય. તમે તેને વોટ નહીં આપો તો શક્ય છે કે આપના એક મતના અભાવે – એક મત ઓછો હોવાથી તે પ્રમુખ 25 બ્લોગની યાદીમાં ન આવે અને આમ યોગ્ય વેબસાઈટ સ્પર્ધામાં જ ન આવે કારણકે આખરે સમગ્ર પ્રક્રિયા આપના જેવા વાચકમિત્રો પર જ તો આધારિત છે.

જજ મિત્રોને આ પ્રક્રિયામાં ભાગ લેવાની વિનંતિ કરતી વખતે – એ પહેલા એ ધ્યાન રાખેલું કે એ મિત્રો – વડીલો અનુભવી બ્લોગર હોય, મોટાભાગના જજ મિત્રો બ્લોગર છે અને તેમને બ્લોગિઁગનો વર્ષોનો અનુભવ છે.

સૌથી વધુ મત પામેલા 25 બ્લોગ્સને એ મિત્રો પોતપોતાની રીતે 1 થી 10 ગુણના માપદંડ પર ચકાસશે. અને એ બધાના ગુણોનો સરવાળો કરતાં જે બ્લોગ સૌથી વધુ ગુણ મેળવશે તેવા 10 પ્રથમ બ્લોગ્સ વિજેતા જાહેર થશે.

પણ, કોઈ બ્લોગ પ્રથમ કે દસમો નહીં હોય, વિજેતા દરેક બ્લોગ શ્રેષ્ઠ દસ બ્લોગનું બહુમાન મેળવશે.

સ્પર્ધાને અંતે મળેલા પ્રતિભાવો – નોમિનેશનને જાહેર કરવા કે નહીં? – આપનો પ્રતિભાવ જમણી તરફ પોલ માટેના ખાનામાં હા ના કે ખબર નથી એ વિકલ્પોમાં આપશો. અત્યાર સુધીના પ્રતિભાવો જણાવે છે કે એ નોમિનેશન જાહેર કરવા જોઈએ. આ પ્રક્રિયા આપના મનની વાત જાણવા માટે છે અને આ અંગેનો નિર્ણય પણ નિર્ણાયકોના હાથમાં રહેશે.

અને અંતે કદાચ કોઈને સ્પષ્ટતાની જરૂર હોય તો, અક્ષરનાદ અથવા અન્ય આયોજકોના / નિર્ણાયકોના બ્લોગ્સ આ સ્પર્ધાની બહાર છે, એમાં મારો કોઈ અંગત સ્વાર્થ નથી અને આ સ્પર્ધાને અંતે સર્વાનુમતે શ્રેષ્ઠ 10 ગુજરાતી બ્લોગ શોધવા સિવાય આ સ્પર્ધાનો અન્ય કોઈ હેતુ નથી.

આશા છે આપ વોટ આપીને યોગ્ય વેબસાઈટ / બ્લોગને આગળ આવવામાં મદદ કરશો. આવી જ એક અંગ્રેજી બ્લોગ સ્પર્ધાને 526 વોટ્સ મળેલા છે. આપણે ક્યાં સુધી પહોંચી શકીશું?

– જિજ્ઞેશ અધ્યારૂ

Advertisements
 
5 ટિપ્પણીઓ

Posted by on ઓક્ટોબર 7, 2011 in ગુજબ્લોગજગત

 

ટૅગ્સ: ,

5 responses to “શ્રેષ્ઠ ગુજરાતી બ્લોગ / વેબસાઈટ સ્પર્ધા ૨૦૧૧ અપડેટ્સ

 1. પરાર્થે સમર્પણ

  ઓક્ટોબર 8, 2011 at 4:34 એ એમ (am)

  આદરણીય સર્વે સંચાલક મિત્રો ,
  નવલા નવરાત્રી પર્વમાં સર્વે જનતા મન ગુણલા ગાતી હોય અને આપ જયારે
  ગુજરાતી બ્લોગ જગતને એક નવી ઓળખ આપવા સખ્ત જહેમત ઉઠાવો એજ
  બતાવે છે કે આપ ગુજરાતી ભાષા અને બ્લોગ થકી માતૃભાષાના જતન માટે
  કેટલા પુરુષાર્થી છો. આદરણીય શ્રી કાન્તીભાઈ મા ગાયત્રીના પરમ ઉપાસક
  તેઓ શ્રી નવલા પર્વમાં અને દશેરાના પાવન દિને ૧૯-૨૦ કલાકની સખ્ત
  મહેનત કરી બ્લોગને ઉમેરવાની કામગીરી કરી તે બદલ મારા તરફથી ખુબ
  આભિનંદન…તેમની આ કાર્ય શૈલી ને ગુજરાતી બ્લોગ જગત ક્યારેય ભૂલશે નહિ.
  ફરી એક વાર તમામ સંચાલક મિત્રો અને નિર્ણાયક મહાનુભાવોને અભિનંદન.
  ========================================================
  ” સંસ્કૃત છે ધર્મની ભાષા ને અંગ્રેજી તો વેપારે વપરાય
  હિન્દી તો છે રાષ્ટ્રભાષા પણ ગુજરાતીએ વિવેક દેખાય.”

   
 2. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

  ઓક્ટોબર 8, 2011 at 10:51 પી એમ(pm)

  આદરણીયશ્રી. સંચાલકો ( નવવિચાર ક્રાંતિના પ્રણેતાઓ )

  પૂજ્ય મહાત્મા ગાંધીના કહેવા મુજબ

  ” કોઈપણ સારા કાર્યમાં શરૂઆતમાં થોડા માણસો હોય છે,

  પરંતુ અંતે તેમાં વિશાળ જન સમુદાય જોડાય છે. ”

  તે આજે આપણે સૌ જોઈ શકીએ છીએ.

  પોતાના માટે તો બધા સમય કાઢે પરંતુ

  આપ સૌ સંચલકોએ તો બીજાને માટે સમય કાઢીને

  સૌ ગુજરાતી બ્લોગરોમાં એક નવી વિચાર ક્રાંતિના

  બીજ વાવ્યા છે. સૌને જાગ્રત કર્યા છે. તેવા ગુજરાતી બ્લોગ સમાજ

  વતી આપ સૌ સંચાલક મિત્રોને મારા શત શત પ્રણામ……!

   
 3. shankermistry

  ઓક્ટોબર 13, 2011 at 12:31 પી એમ(pm)

  Best of luck!

   
 4. naman chhaya

  ઓક્ટોબર 13, 2011 at 7:07 પી એમ(pm)

  kem chho!

  કેમ છો, અમે ગુજરાતી ભાષાને પ્રમોટ કરવા http://www.booksonclick.com/ નામ ની વેબ સાઈટ લોન્ચ કરી છે. તેમા શક્ય ઍટલા તમામ લેખક ,કવિ લગભગ બધી રચનાઓ આવરી લેવાનો એક પ્રયાસ કર્યો છે. દરેક પુસ્તક મૂળ કિંમતે જ છે.
  Please Visit It Ones And If You like tell Others else Tell Us

  Aa web site lagbhag 3 varsh thi gujaratio ni sevama chhe. amari jode lagbhag 3000 pustako ni yadi chhe. ane haji pan navi pustako umerta rahie chhie. we provide free shipping accross india ( order + 200.00 above)
  we have one of the largest online gujarati book shop.

  Regards,
  Naman Chhaya
  For http://www.booksonclick.com
  +91 98243 19382

   

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

 
%d bloggers like this: