RSS

શ્રેષ્ઠ ગુજરાતી બ્લોગ સ્પર્ધા ૨૦૧૧ – એક વિચાર

17 Nov

મિત્રો,

દિવાળીને દિવસે જાહેર કરવા ધારેલ શ્રેષ્ઠ ગુજરાતી બ્લોગ સ્પર્ધા ૨૦૧૧ ના પરિણામો નિયત સમય વીતી ગયાને ઘણો સમય થઈ ગયો હોવા છતાં જાહેર કરી શક્યો નથી એ બદલ હું ક્ષમા પ્રાર્થું છું. સમય અને સંજોગોને આધીન એ થઈ શક્યું નથી.

સૌપ્રથમ તો આભાર માનવો છે શ્રી નીલમબેન દોશી અને શ્રી ચેતનાબેનનો કે જેમણે સમયમર્યાદા પહેલા અને પૂરી લગનથી તેમના ભાગે અપાયેલ પ્રક્રિયા પૂર્ણ કરી છે, ગુણાંકન વિશે ફોનથી પૃચ્છાઓ કરી છે અને ખૂબ પ્રેમથી આ કામમાં સહયોગ આપ્યો છે. એ બંનેનો આભાર માનવા માટે શબ્દો ઓછા જ પડે.

દિવાળીના સમયે અનેક ગૃહકાર્યો વચ્ચે અને બીજા સ્થળોએ જવાનું હોવા છતાં, એવી અતિવ્યસ્તતા વચ્ચે પણ – પહેલા તેમણે પરિણામોને અગ્રતા આપી એ તેમની સહ્રદયતા અને બ્લોગજગત પ્રત્યેનો તેમનો આદર દર્શાવે છે અને આવી પ્રથમ સ્પર્ધાના આગવા નિર્ણાયકો તરીકે સમગ્ર બ્લોગજગત તેમનું હંમેશા આભારી રહેશે.

પણ તેમના સિવાય મોટાભાગના નિર્ણાયક મિત્રો આ નિર્ણયની લાંબી અને કંટાળાજનક અને કંઈક અંશે થકવી દેનારી પ્રક્રિયા માટે સમય ફાળવી શક્યા નથી. કેટલાક નિર્ણાયકશ્રીઓએ ઈ-મેલ મારફત અથવા ફોન દ્વારા અસમર્થતા વ્યક્ત કરીને તો કેટલાકે સૂચના આપ્યા વગર આ પ્રક્રિયામાં ભાગ લીધો નથી, છતાંય શરૂઆતના સમયે ‘હા’ કહીને આ કાર્યને પરોક્ષ પ્રોત્સાહન અને પ્રેરકબળ પૂરું પાડવા બદલ એ સર્વેનો અંતરમનથી આભાર વ્યક્ત કરું છું. કદાચ દિવાળી અને તેની પછીનો પરિવારને ફાળવવાનો સમય આ કાર્ય માટે આપવાનો થયો તે બાધારૂપ નીવડ્યું હશે એમ મને જણાય છે. ભવિષ્યમાં આવી સ્પર્ધાનો સમય આ બધા મુદ્દા વિચારીને રાખવો જોઈશે. આશા છે ભવિષ્યની સ્પર્ધામાં તેમનો સહકાર મળી રહેશે. અને સાથે એ પણ ઉમેરવા ઈચ્છું છું કે આ પરિણામોનો અર્થ એ નથી કે એ સિવાયની વેબસાઈટ્સ અથવા બ્લોગ્સ શ્રેષ્ઠ અથવા વાંચવાલાયક નથી, પણ અહીં વિજેતા બ્લોગ્સ / વેબસાઈટ્સ ચોક્કસ વાંચવાલાયક અને માણવાલાયક છે. એનો અર્થ છે કે અમારે આવનારા સમયમાં હજુ પણ વધુ મતો મેળવીને હવે પછી આયોજન પામનારી સ્પર્ધાઓને આથી પણ વધુ લોકભોગ્ય બનાવવાની છે. એક અણઘડ પ્રયત્ને જો આટલા બધા મત અને પ્રતિભાવો મળી શક્તા હોય તો પૂર્વઆયોજીત રીતે અને વધુ ગોઠવણથી સ્પર્ધાને હજુ વધારે વાચકો સુધી પહોંચાડી શકાય.

દિવસોથી અનેક મિત્રો ફોન – ઈ-મેલ, ચેટ દ્વારા આ પરિણામો માટે મને અને અન્ય સંચાલક મિત્રોને પૂછતાં હતાં, એ સર્વે મિત્રોનો પણ ખૂબ ખૂબ આભાર, નિર્ણાયકો તરફથી પરિણામોની રાહ જોવામાં આ સમય આપ્યો છે. અંતે આવતીકાલે પરિણામો જાહેર કરવામાં આવશે…

આવી સ્પર્ધાઓથી કઈ બાબત સાબિત થશે એમ પણ મને વડીલોએ પૂછ્યું છે, મારે તેમને એ જ જણાવવું છે કે આ કોઈ ખેંચાખેંચી કે નોક-આઊટ રાઊન્ડ નથી કે જેમાં ટકવું જરૂરી છે. આ ફક્ત વાચકોના મનની વાત – તેમને ગમતી વેબવિશ્વની ઝાંખીઓ પામવાનો પ્રયાસ છે કે જેથી ‘ગુજરાતીમાં વાંચવા જેવી વેબસાઈટ / બ્લોગ …..’ બ્લોગરો સિવાય સામાન્ય વાચકમિત્રો સુધી પણ પહોંચે.

અને અંતે, શ્રી ગુણવંતરાય આચાર્યનું એક વાક્ય ક્યાંક વાંચેલું એ ટાંકવાની લાલચ ઉઠે છે, – ‘હું તો એક જ વાતને ઈતિહાસ માનું છું – આવતીકાલના ગુજરાતને. કાંઈક પણ માર્ગ બતાવે, પોતાના ભૂતકાળના ગૌરવભર્યા વારસાથી વાકેફ કરે ને હજારો વર્ષથી ગુજરાતના સાચા અન્નક્ષેત્ર તરફ અભિમુખ કરે એ જ સાહિત્ય.’

હવે પરિણામ માટે ફક્ત એક જ દિવસ વધારે રાહ જોશો… આવતીકાલે – શુક્રવારે રાત્રે 08.00 વાગ્યે ભારતીય સમય મુજબ પરિણામો અહીં જાહેર થશે.

આભાર અને અગવડ બદલ ક્ષમા,

– જિજ્ઞેશ અધ્યારૂ

Advertisements
 
 

Tags: , ,

6 responses to “શ્રેષ્ઠ ગુજરાતી બ્લોગ સ્પર્ધા ૨૦૧૧ – એક વિચાર

 1. રૂપેન પટેલ

  November 17, 2011 at 4:49 pm

  જીગ્નેશભાઈ ભલે પરિણામ માટે મોડુ થયું પણ આપનો પ્રયાસ ખુબજ પ્રોત્સાહિત કરે તેવો છે અને ભવિષ્યમાં આવી સ્પર્ધાનું આયોજન ફરી કરશો .

   
 2. VKVora, Atheist, Rationalist

  November 17, 2011 at 8:33 pm

  આ હરીફાઈમાં રમનારા સૌ જીતી ગયા છે એટલે હવે ન રમનારાઓ માટે બીજી હરીફાઈ ક્યારે થશે એ અગાઉથી ચોક્કસ જણાંવજો….

  http://www.vkvora2001.blogspot.com

   
 3. jjkishor

  November 18, 2011 at 1:00 am

  પ્રથમ જ પ્રયાસે તમને સૌને સાંપડેલો સહયોગ એ જ મોટી વાત છે. એટલે વહેલુંમોડું એ ગૌણ બાબત જ ગણવાની.

  આ વખતે મતદાનનું ધોરણ “પોતાને ગમતા” બ્લોગ એવું હતું તેથી બધા બ્લોગ્સમાંથી પોતાને ગમેલા પાંચ જ બ્લોગ્સ હોવાથી ખાસ કરીને મતદાન જાહેર કરવાનો નિર્ણય કદાચ યોગ્ય નહોતો.

  બ્લોગપસંદગી માટેનાં ધોરણો પણ હવે પછી અલગ અલગ રાખવાનું કરવું પડશે.

  છતાં આપણા બ્લોગ્સનાં વર્ગીકરણો કરવાનું કાર્ય વધુ સંશોધનાત્મક અને વૈજ્ઞાનીક રહેશે. જેમ કે દેશદેશાવરને ધ્યાને લઈને સ્થળ મુજબનાં વર્ગીકરણો; વિષય વાર, હેતુ મુજબ, હળવા–ગંભીર–ઉપયોગીતા મુજબના–સમય પસાર કરાવનારા–સાહીત્યસંગ્રહ કરનારા–મૌલિકતાનો આગ્રહ રાખનારા–નેટ અને બ્લોગજગતની ટેકનીકલ બાબતોનું માર્ગદર્શન કરનારા–ચોકીદારી કરનારા–કેવળ ભાષાસાહિત્ય વિષયક–બ્લોગર્સને પ્રોત્સાહન આપનારા વગેરે અનેક પ્રકારે વર્ગીકરણો કરવાથી બ્લોગજગતનું સ્પષ્ટ અને સુંદર ચિત્ર મૂકી શકાશે.

  તમારા સૌના આ પ્રયાસ માટે તો સો સલામ પણ ઓછી પડશે.

   
 4. પરાર્થે સમર્પણ

  November 18, 2011 at 4:47 am

  આદરણીય શ્રી જીગ્નેશભાઈ,

  પ્રથમ વખત આપની હરીફાઈના આયોજને ગુજરાતી બ્લોગ જગતના ૯૭૦ જેટલા

  બ્લોગની યાદી જાણવા મળી . આપનો પ્રયત્ન ખરેખર સરાહનીય કહેવાય. આપણે

  જે અપ્રતિમ સહયોગ સાંપડ્યો તે અદ્ભુત કહેવાય . અવારનવાર આવા પ્રયોગો

  કરતા રહેશો જેથી ગુજરાતી બ્લોગ જગતમાં ઉત્સાહ વર્તાય…અભિનંદન.

   
 5. Atul Jani (Agantuk)

  November 18, 2011 at 4:06 pm

  શ્રી જીજ્ઞેશભાઈ,

  સહુ પ્રથમ તો આવું અટપટું આયોજન સફળતાપૂર્વક પાર પાડવા માટે અભિનંદન.

  પૂર્વ નિર્ધારીત સમયે પરિણામ જાહેર ન થઈ શકે તેવું બની શકે પરંતુ તે બાબતની અને પરિણામ જાહેર ન થઈ શક્યું હોય તો તેના કારણો દર્શાવવાની તસ્દી આયોજકોએ જરૂર લેવી જોઈએ.

  આજે રાત્રે ૮:૦૦ વાગ્યે પરિણામ દર્શાવવાની વાત આ લેખમાં થઈ છે. તો અત્યારે રાત્રે ૯:૩6 મીનીટે મને હજુ ક્યાંય પરિણામ જોવા મળ્યું નથી. તો પરિણામ જાહેર કરેલ નથી કે મારા જોવામાં નથી આવ્યું તે જણાવવા વિનંતી.

   
 6. ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

  November 20, 2011 at 8:06 am

  આદરણીય શ્રી જીગ્નેશભાઈ તથા અન્ય સંચાલક મિત્રો તેમજ નિર્ણાયક્શ્રીઓ

  આપે સૌપ્રથમવાર સૌને લગભગ અશક્ય લાગતા કામને પાર પાડ્યુ તે બદલ

  સૌને દિલથી અભિનંદન,

  કાર્ય ખુબજ અટ્ટપટુ અને જટિલ હતુ.

  પણ કહેવાય છે એક ” કઠોર પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી. ”

  સફળતા પૂર્વક સફળ થયા તે બદલ આપના

  સૌ સહયોગી મિત્રો પણ તેટલાજ યશભાગી છે.

  વિજેતામિત્રો તો ” ગુજરાતી બ્લોગ જગતનું ઘરેણું છે. ”

  ડૉ. કિશોરભાઈ એમ.પટેલ

   

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

 
%d bloggers like this: