RSS

શ્રેષ્ઠ ગુજરાતી બ્લોગ સ્પર્ધા ૨૦૧૧ – વિજેતાઓ

18 નવેમ્બર

મિત્રો,

આતુરતાપૂર્વક જેની રાહ જોવાઈ રહી હતી એ – શ્રેષ્ઠ બ્લોગસ્પર્ધા 2011 ના પરીણામો આજે અહીં મૂકી રહ્યો છું.

 

 અસર

યશવંત ઠક્કર

http://asaryc.wordpress.com

 સાયબર સફર

હિમાંશું કિકાણી

http://cybersafar.com

મોરપીંછ

હિના પારેખ

http://heenaparekh.com

NET-ગુર્જરી

જુગલકિશોર વ્યાસ

http://jjkishor.wordpress.com

મારા વિચારો, મારી ભાષામાં!

કાર્તિક મિસ્ત્રી

http://kartikm.wordpress.com

લયસ્તરો

સં. ધવલ શાહ, વિવેક ટેલર

http://layastaro.com

નેટવેપાર

મુર્તઝા પટેલ

http://netvepaar.wordpress.com

પ્લાનેટ જે.વી.

જય વસાવડા

http://planetjv.wordpress.com

રણકાર

નીરજ શાહ

http://rankaar.com

રીડ ગુજરાતી

મૃગેશ શાહ

http://readgujarati.com

સર્વે વિજેતાઓને અનેકો અભિનંદન, ઉપરોક્ત વિજેતા દસેય બ્લોગના સંચાલક / લેખક મિત્રો નીચેનું ચિત્ર તેમના બ્લોગ પર બ્લોગજગત દ્વારા તેમને અપાયેલા આ સન્માનના પ્રતીક સ્વરૂપે મૂકી શકે છે. અથવા નીચે આપેલ કોડ તેમના સાઈડબારના ટેક્સટ વિજેટમાં મૂકી શકે છે.

અહીં કોઈ પ્રથમ કે અંતિમ વિજેતા નથી, અને આ યાદી સંપૂર્ણપણે અંગ્રેજી મૂળાક્ષરોને આધારે ગોઠવેલી છે.

મતદાન કરનાર અનેક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. તેમના યોગદાન વગર તો આ પ્રક્રિયાની કલ્પના કરવી પણ અશક્ય છે. સમગ્ર પ્રક્રિયાના વિચારને વધાવી પ્રોત્સાહન આપી, નેટજગત પર તેને યોજવાની પરવાનગી આપનાર વિજયભાઈ અને કાંતિભાઈ, નીલમબેન દોશી અને ચેતનાબેનનો નિર્ણાયકો તરીકેની ભૂમિકા પૂરેપૂરી નિષ્ઠા અને જવાબદારી પૂર્વક નિભાવવા બદલ ખૂબ ખૂબ આભાર. જે વડીલો અને મિત્રોએ નિર્ણાયક તરીકેની ભૂમિકા માટે પરવાનગી આપેલી પરંતુ એક કે બીજી અગવડતાને લીધે ભાગ લઈ શક્યા નથી તેમનો પણ ખૂબ ખૂબ આભાર. નીલમબેન દોશી અને ચેતનાબેન સાથે બાકી રહેલા મુદ્દાઓ માટે મેં મારી મતિ પ્રમાણે ગુણ આપ્યા છે.

અને અંતે સર્વે વિજેતાઓને ફરી એક વખત અભિનંદન, તેઓ આમ જ વાચકોને ગમતા રહે અને તેમના યોગદાન અને લેખન થકી શ્રેષ્ઠતાના નવા માપદંડો સ્થાપે એવી સમગ્ર બ્લોગજગત તરફથી શુભકામનાઓ.

<a href="https://netjagat.wordpress.com/2011/11/18/winners-2011-competition/"><img title="શ્રેષ્ઠ ગુજરાતી બ્લોગ્સ ૨૦૧૧" src="https://netjagat.files.wordpress.com/2011/11/winnercup.png" alt="Best Gujarati Blogs" width="225" height="300" /></a><span style="color: #8a1717;">
 
61 ટિપ્પણીઓ

Posted by on નવેમ્બર 18, 2011 in ગુજબ્લોગજગત

 

ટૅગ્સ: , ,

61 responses to “શ્રેષ્ઠ ગુજરાતી બ્લોગ સ્પર્ધા ૨૦૧૧ – વિજેતાઓ

 1. himanshupatel555

  નવેમ્બર 19, 2011 at 3:18 પી એમ(pm)

  વિજેતાઓને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ.

   
 2. સંજુ વાળા

  નવેમ્બર 19, 2011 at 3:37 પી એમ(pm)

  અભિનંદન ,

   
 3. Mita Bhojak

  નવેમ્બર 19, 2011 at 5:46 પી એમ(pm)

  સર્વ વિજેતા મિત્રોને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ

   
 4. jay vasavada JV

  નવેમ્બર 19, 2011 at 6:46 પી એમ(pm)

  ખૂબ ખૂબ આભાર. સર્વે ચાહકો, વાચકો અને આયોજકો-નિર્ણાયકો તથા અહીં / અન્યત્ર અભિનદન પાઠવનાર મિત્રોનો. મને તો ખાસ કંઈ ખ્યાલ આ બાબતે હતો નહિ, સવારમાં વિનાય્ભૈના મેઈલ થાકી જાણ થઇ. જેમણે હું રસથી વાંચું છું, એમની પંગતમાં પતરાવળી પડી, એનો રાજીપો. મને તો આ ઉપરાંત પણ ઘણા બ્લોગ વાંચવા ગમે છે. બ્લોગ જગતમાં હું તો સાવ જ અનાયાસ આવી ગયો છું અને પછી રીડરબિરાદરોના પ્રેમના કલ્પનાતીત ધોધમા સતત ભીંજાયો છું. 🙂 ટોપ ટેન વગરે એમના ભાવની પ્રસાદી ગણીને માથે ચડાવવાનું બાકી અંગત રીતે આ પ્રકારની નંબર ગેઇમ્સ તો ચાલ્યા કરે અને પસંદ-નાપસંદ કે અન્ય પરિબળો મુજબ બદલાયા કરે…આપણે એનાથી પર રહી ગમતું કામ કરવાનું. શ્રેષ્ઠતા = ગુણવત્તા + સજ્જતા + લોકપ્રિયતા + સંવેદનશીલતા+નીડરતા – એમ જ માની ને ઉત્તમ કમ કરવાના પ્રયાસો કરું છું અને ઇન્શાલ્લાહ એ આપોઆપ બધાને ગમે છે.

   
 5. devikadhruva

  નવેમ્બર 19, 2011 at 7:25 પી એમ(pm)

  વિજેતા સૌ બ્લોગર મિત્રોને ખુબ ખુબ, દિલપૂર્વકના અભિનંદન.

   
 6. બીના

  નવેમ્બર 19, 2011 at 11:10 પી એમ(pm)

  સૌ વિજેતાઓને હાર્દિક અભિનંદન અને શુભેચ્છાઓ.

   
 7. બગીચાનો માળી

  નવેમ્બર 20, 2011 at 5:38 એ એમ (am)

  વિજેતાઓને દિલથી અભિનંદન… અને આયોજકો તથા નિર્ણાયકોનો ખુબ-ખુબ આભાર…

   
 8. surekha9

  નવેમ્બર 21, 2011 at 12:57 પી એમ(pm)

  congratulation to all the winners

   
 9. પરાર્થે સમર્પણ

  નવેમ્બર 21, 2011 at 4:42 પી એમ(pm)

  ગયો હું જો “નેટ- ગુર્જરી” પર તો “રીડ ગુજરાતી” વાંચી

  “સાયબર સફરે “નીકળી “લયસ્તરો “માં થયો છે “રણકાર ”

  “મારા વિચારો મારી ભાષામાં” ઉમટ્યા ને બન્યું ” મોરપીછ”

  “પ્લોનેટ જે.વી” માં થઈ એવી ” અસર ” કે કર્યો “નેટ વેપાર”

  અભિનંદન આપું ખોબલા ભરી કે બ્લોગ વિસ્તરે અપાર

   
 10. Chetu

  નવેમ્બર 21, 2011 at 6:20 પી એમ(pm)

  દરેક વિજેતા મિત્રોને હાર્દિક અભિનંદન … સહ ..આયોજકોને આગળ પણ આવા ઉમદા કાર્ય માટે શુભેચ્છાઓ ..!

   
 11. Himanshu Kikani

  નવેમ્બર 22, 2011 at 3:41 એ એમ (am)

  સૌનો ખૂબ ખૂબ આભાર! ગુજરાતી બ્લોગજગત આવી કોઈ પહેલ કરવા જેટલું વિકસ્યું છે એ જ સૌથી મોટી આનંદની વાત છે. સાચું કહું તો હજી ત્રણ-ચાર વર્ષ પહેલાં ગુજરાતી બ્લોગર્સમાં પણ વાસ્તવિક સાહિત્યજગત જેવી વાડાબંધ ને હૂંસાતૂંસી જોવા મળતી હતી એ જોઈને દુઃખ થતું હતું, એમાંથી આજની આ સ્થિતિએ પહોંચ્યા છીએ એ માટે સૌ કોઈ અભિનંદનને પાત્ર છે. આવી પહેલ કરનારા આયોજકો, નિર્ણાયકો અને ખાસ તો એમાં હોંશથી સાથ આપનારા વાચકોને અભિનંદન અને આભાર!
  મારે વિશેષ એ કહેવાનું છે કે લેખન મારો તો વ્યવસાય છે અને ઇન્ટરનેટથી અભિવ્યક્તિનું માત્ર એક નવું માધ્યમ મળ્યું છે, અમારા જેવાએ જે શીખવાનું હતું એ માત્ર ટેક્નોલોજીની વાત હતી. જ્યારે અનેક ગુજરાતી બ્લોગર્સે તો માત્ર દિલની વાત બીજાને કહેવાની ઊંડી ધગશને જોરે, ટેક્નોલોજી ઉપરાંત અભિવ્યક્તિની આવડત બંને શીખવાના હોવા છતાં ગજબની નિષ્ઠાથી, સતત નિયમિતતાથી પોતાના બ્લોગ જીવંત બનાવ્યા છે. એ સૌ વિશેષ અભિનંદનના અધિકારી છે!

   
 12. kanoba

  નવેમ્બર 22, 2011 at 8:44 એ એમ (am)

  સૌ વિજેતા મિત્રો ને મારા ખુબ ખુબ અભિનંદન .

   
 13. surekha9s

  નવેમ્બર 22, 2011 at 1:57 પી એમ(pm)

  congralution and best luck for next year

   
 14. ગોવીંદ મારુ

  નવેમ્બર 23, 2011 at 4:36 એ એમ (am)

  વીજેતામીત્રોને ખુબ ખુબ અભીનન્દન…

   
 15. nabhakashdeep

  નવેમ્બર 25, 2011 at 5:53 એ એમ (am)

  ગુજરાતી બ્લોગ દ્વારા પોતાનું આગવું પ્રદાન આપી ,યશસ્વી
  યોગદાન માટે, વિજેતાઓને ખૂબ ખૂબ અભિનંદન. આ કાર્ય માટે આયોજકોને સેવા માટે ખાસ ધન્યવાદ.

  રમેશ પટેલ(આકાશદીપ)

   
 16. vijaysinhzala

  નવેમ્બર 25, 2011 at 5:33 પી એમ(pm)

  it’sa really good experience

   
 17. GUJARATPLUS

  નવેમ્બર 26, 2011 at 5:15 એ એમ (am)

  My congratulation to all winners…..

  Please promote Gujarati Lipi in Hindi section by starting a blog.

  ગુજરાતી ભારતની રાજ્યભાષા કે રાષ્ટ્રલિપિ?

  if we can write Sanskrit in Gujarati why not Hindi?

  http://saralhindi.wordpress.com/

   
 18. shabdatahuko

  નવેમ્બર 28, 2011 at 5:38 એ એમ (am)

  congrets to all bloggers.
  thanks for the competition.

   
 19. ASHOK M VAISHNAV

  નવેમ્બર 28, 2011 at 6:27 એ એમ (am)

  વિજેતાઓ અને આયોજકોને ખુબ ખુબ અભિનંદન.
  પ્રત્યેક બ્લૉગની ખુબીઓવિષે જણાવવાથી અન્ય બ્લૉગ્ગર્સ તેમાંથી પ્રેરણા લઇ શકશે.

   
 20. kaushal

  ડિસેમ્બર 30, 2011 at 5:26 એ એમ (am)

  અભિનંદન

   
 21. અક્ષયપાત્ર/Axaypatra

  જાન્યુઆરી 5, 2012 at 12:10 પી એમ(pm)

  વિજેતા બ્લોગર મિત્રોને અભિનંદન !

   
 22. Prakash Panchal

  જાન્યુઆરી 29, 2012 at 6:33 એ એમ (am)

  We proudly Congratulate to all winners… and specially Thanks to the organizer to find such event; It’s Inspiration and celebration of the contributed Hard work-In and Out.
  Also, It’s an inspiration to the beginners to achieve and to learn from.

  With Thanks for All,
  Vanchan Vishesh
  http://www.vanchanvishesh.com
  Daily Vanchan and more Readable at one place click…

   

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

 
%d bloggers like this: