RSS

Category Archives: ગુજબ્લોગજગત

વિશાલ મોણપરાની તકનીકી સિધ્ધિઓ-વિજય શાહ

Vishal-Monpara

મને લાગે છે કે જેઓ ગુજરાતી પ્રમુખ પેડ વાપરે છે તે સૌએ એક વાત તો સ્વિકારવી રહીકે પ્રમુખ ટાઇપ પેડ આવ્યા પછી માતૃભાષામાં વિચારો વ્યક્ત કરવાની બાબતે ક્રાંતિ આવી…

પહેલા ભાષાનું ટાઇપીંગ નહોંતુ થતુ તેમ તો નહોંતુ પણ પ્રેક્ટીસથી તે ફોંટની જગ્યા યાદ રાખવાની અને તેમા થતા વિલંબને કારણે બહુ લોકભોગ્ય નહોંતી થતી.

“શ્રુતી” ફોંટ કે જેને માઇક્રોસોફ્ટ એક્સ. પી. ના ફોંટમાં સ્થાન મળ્યુ ત્યાર બાદ વિશાલે કોમ્પ્યુટર ઉપર કી બોર્ડ બનાવ્યુ કે જે અંગ્રેજીમાં તમે ટાઇપ કરો અને ગુજરાતી ફોંટમાં તમે તેને જોઇ શકો. અંગ્રેજીમાં “kem chho?” લખવાથી ગુજરાતીમાં લખાતા “કેમ છો?” માટે જરુરી કાર્ય કરતા વિશાલને સારો એવો સમય લાગ્યો. વળી યુગ્મ અક્ષરો જેવા કે હ્ય જ્ઞ અને દ્ર માટે અંગ્રેજીમાં અક્ષરો હતા જ નહીં. કોમ્પ્યુટરમાં ઇજનેર હતો તેથી તે અક્ષરો રચ્યા અને તેના ટાઈપ પેડમાં મુક્યા.

આ તબક્કે તેના સર્વ કાર્યોનો શ્રેય તેના ગુરુ પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજને અર્પણ કરતા ટાઇપ પેડનું નામ “પ્રમુખ” ટાઇપ પેડ રાખ્યુ જે ખરેખર આજે પ્રમુખ એટલે કે આગળ પડતુ ટાઇપ પેડ બન્યુ જેમાં ૨૦ જેટલી ભારતીય ભાષામાં ટાઇપ કરી શકાય છે.

નાની નાની અનેક શોધો તે કરતો રહ્યો..

• જેમકે આખુ ટાઇપ પેડ વર્ડપ્રેસ માં મુકી બ્લોગરોને ટાઈપ કર્યા બાદ કોપી પેસ્ટ કરવાની ઝંઝટમાંથી મુક્ત કર્યા.

• ફાયર ફોક્સ બ્રાઉસરનું પ્લગ ઇન બનાવ્યું કે જેથી કોઇ પણ વેબસાઇટ પર ભારતીય ભાષાઓમાં લખી શકાય.

• વીંડોઝ ઑપરેટિંગ સિસ્ટમમાં કી બોર્ડ મુકી આપ્યુ કે જેથી વર્ડ ડોક્યુમેંટ તથા બીજા પ્રોગ્રામમાં સીધું ટાઇપ થવા માંડ્યુ જે કેટલાય કોલમ લેખકો અને સમાચાર પત્રોમાં કામ કરતા સૌને મોટો આશિર્વાદ બન્યો.

• જાવાસ્ક્રીપ્ટની લાઇબ્રેરીની મદદથી માત્ર ૪ લીટીના કોડથી કોઇ પણ વેબસાઇટમાં ભારતીય ભાષાઓમાં લખવાની સવલત આપી શકાય.

• પબ્લીશીંગમાં વપરાતા જુદા જુદા ફોંટ હજી વિશાલને માટે શીર દર્દ સમાન હતા જે ફોંટ કન્વર્ટર શોધીને તેણે દુર કર્યો. આ ફોંટ કન્વર્ટર પ્રકાશન માધ્યમની એક અગત્યની જરુરિયાત પુરી પાડે છે જેમ કે જુદા જુદા લેખકો જુદા જુદા ફોંટમાં લેખ ન્યુઝ પેપરને મોકલે પણ ન્યુઝ પેપર વર્ષોથી તેમના ફોંટમાં છાપતા હોય ત્યારે આ ફોંટ કન્વર્ટર નો ઉપયોગ કરી એક ફોંટમાં બધા લેખો તૈયાર થતા હોય છ

• ૮ ભારતીય ભાષાઓમાં સ્પેલીંગ બી સ્પર્ધા કરી શકાય તેવું સોફ્ટવેર બનાવ્યું.

• મર્યાદિત શબ્દો પર આધારિત ગુજરાતી સ્પેલ ચેકર બનાવ્યું કે જેમાં ગુજરાતીમાં લખાયેલ લખાણમાં જોડણીની ભુલો તથા તે ભુલો સુધારવા માટેના વૈકલ્પિક શબ્દો દર્શાવવામાં આવે છે. આ સોફ્ટવેરના ઉદભવ વિષે વિશાલ જણાવે છે કે “૨૦૦૪ ના અંતમાં હું મારી ગઝલોને ચિત્ર સ્વરૂપે મારી વેબસાઇટ પર ચડાવતો હતો કે જેથી કોઇ પણ વ્યક્તિ ફોન્ટ ડાઉનલોડ કર્યા વિના તે માણી શકે. આ સમયે ગુજરાતી ટાઇપ કરવું અત્યંત કઠિન હતું કારણ કે ગુજરાતી ફોન્ટનું કીબોર્ડ હું યાદ રાખી શકતો નહોતો તેથી થોડાક વાક્યો પણ ટાઇપ કરવામાં અત્યંત સમય જતો હતો. પ. પૂ. પ્રમુખસ્વામી મહારાજના પ્રવચનોમાં ગુજરાતી ભાષાની મહત્તા અંગે “ભાષા જશે તો સંસ્કાર જશે” જેવા વાક્યોએ મને ગુજરાતી ભાષા માટે કંઇક કરી છૂટવાની અદમ્ય ઇચ્છા જન્માવી. આ જ ઇચ્છાએ મને પ્રેરક બળ આપ્યું અને હું મારા ગુજરાતી ટાઇપ કરવાના પ્રશ્નોનું સમાધાન મેળવવા માટે યોગ્ય ટેકનોલોજીના સંશોધન માટે અલગ અલગ દિશાઓમાં વિચારવા લાગ્ય

૧ વર્ષ કરતાં પણ વધારે સમયના સંશોધનના અંતે જાન્યુઆરી ૨૦૦૬ માં ગુજરાતી અને અન્ય ૭ ભારતીય ભાષાઓમાં સરળતાથી ટાઇપ કરી શકાય તેવું ટાઇપ પેડ બનાવ્યું.” ૨૦૦૬ થી લઇને આજ સુધી વિશાલે બનાવેલ વિવિધ સોફ્ટવેર અને તેની આવૃત્તિઓ આ પ્રમાણે છે. • ૫ જાન્યુઆરી, ૨૦૦૬ – ૮ ભારતીય ભાષામાં સાદું ટાઇપ પેડ • ૨૦ મે, ૨૦૦૬ – યાહુ મેસેન્જર અને ગુગલ ટૉક માટેનું ચીટચેટ ૧.૦ (અત્યારનું વિન્ડોઝનું પ્રમુખ આઇએમઇ) • ૨૬ ઓગસ્ટ, ૨૦૦૬ – યાહુ મેસેન્જર અને ગુગલ ટૉક માટેનું ચીટચેટ ૧.૧ (અત્યારનું વિન્ડોઝનું પ્રમુખ આઇએમઇ) • ૧૬ સપ્ટેમ્બર, ૨૦૦૬ – યાહુ મેસેન્જરનું પ્લગઇન • વર્ષ ૨૦૦૭ – ગુજરાતી નોન યુનિકોડ થી યુનિકોડ ફોન્ટ કન્વર્ટર પ્રોગ્રામ • ૩૦ મે, ૨૦૦૮ – પ્રમુખ ટાઇપ પેડ ૧.૦, ટાઇની એમસીઇ અને વર્ડપ્રેસના પ્રમુખ આઇએમઇ પ્લગીન ૧.૦ • ૨૬ ઓગસ્ટ, ૨૦૦૮ ગુજરાતી માટેનું અક્ષર સ્પેલ ચેકર • ૮ ઓક્ટોબર, ૨૦૦૮ – પ્રમુખ ટાઇપ પેડ ૨.૦, ટાઇની એમસીઇ, સીકે એડિટર અને વર્ડપ્રેસના પ્રમુખ આઇએમઇ પ્લગીન ૨.૦ • ૮ એપ્રીલ ૨૦૦૯ – ફાયર ફોક્સ પ્લગીન • ૨૪ જુલાઇ ૨૦૦૯ – પ્રમુખ ટાઇપ પેડ ૨.૫, ટાઇની એમસીઇ, સીકે એડિટર અને વર્ડપ્રેસના પ્રમુખ આઇએમઇ પ્લગીન ૨.૫ • ૧૨ સપ્ટેમ્બર, ૨૦૦૯ – વિન્ડોઝનું પ્રમુખ આઇએમઇ ૧.૦ • ૨૨ ડિસેમ્બર, ૨૦૦૯ – વિન્ડોઝનું પ્રમુખ આઇએમઇ ૧.૧ અને સ્પેલિંગ બી સોફ્ટવેર • ૧૦ જુન, ૨૦૧૨ – પ્રમુખ ટાઇપ પેડ ૩.૦, ટાઇની એમસીઇ અને સીકે એડિટરના પ્રમુખ આઇએમઇ પ્લગીન ૩.૦ • ૧૪ જાન્યુઆરી, ૨૦૧૩ – ગુજરાતી યુનિકોડથી નોન યુનિકોડ ફોન્ટ કન્વર્ટર • ૨૧ ફેબ્રુઆરી, ૨૦૧૩ – હિન્દી યુનિકોડથી નોન યુનિકોડ અને નોન યુનિકોડથી યુનિકોડ ફોન્ટ કન્વર્ટર • ૧૫ ઓગસ્ટ, ૨૦૧૩ – વિન્ડોઝનું પ્રમુખ આઇએમઇ ૨.૦ ૨૦૦૪ થી લઇને ઓગસ્ટ ૨૦૧૩ સુધી વિશાલે ૨૩૦૦ કરતાં પણ વધારે કલાકોનું યોગદાન આપીને આ વિવિધ સોફ્ટવેર વિકસાવ્યા છે.

ભવિષ્યમાં તે ગુજરાતી સ્પેલ ચેકરને વધારે સારું બનાવવા અને વધારે શબ્દો ઉમેરવા માટેની તૈયારી કરી રહ્યો છે જેમાં સાર્થ જોડણી અને ભગવદ ગોમંડલ ના શબ્દો સંકલીત કરી રહ્યો છે તેના ડેટાબેઝ ની શોધ કરી રહ્યો છે.

 
11 ટિપ્પણીઓ

Posted by on સપ્ટેમ્બર 22, 2013 માં ગુજબ્લોગજગત

 

ગુજરાતી પુસ્તકો ફ્રી ડાઉન લોડ

ગુજરાતી પુસ્તકો  ફ્રી ડાઉન લોડ (PDF File )

ગુજરાતી સાહિત્ય, ધર્મ, બાળવાર્તાઓ, નવલકથા, નાટકો, કાવ્યસંગ્રહો  વેબસાઈટ અને બ્લોગ પરથી આપ પુસ્તક ડાઉનલોડ કરી શકશો.  આપના ધ્યાન પર ફ્રી ડાઉનલોડ ગુજરાતી પુસ્તકોની લીંક હોય તો કોમેન્ટ બોકસમા જણાવશો, જેથી આ લીસ્ટમાં સમાવેશ કરી આપશું.  સહકારની અપેક્ષા સહ…………. 

  1. તમે એક મનગમતું પુસ્તક કોઈને વાંચવા આપો. પુસ્તક વાંચી લીધા પછી એ મિત્ર બીજા કોઈને વાંચવા આપે, ઘણા હાથોમાં પહોંચીને વારંવાર વંચાયા પછી ફાટી જવું એજ પુસ્તકનો મોક્ષ ! પુસ્તકનો જન્મ કાચના કબાટમાં ગોઠવાઈ ગયા પછી જન્મટીપની સજા પામવા માટે નથી થયો.- ગુણવંત શાહ

  2. પુસ્તકો જાગૃત દેવતા છે, એના અધ્યયન, ચિંતન, મનન દ્વારા, પૂજા કરીને તરત વરદાન મેળવી શકાયા છે. ઉત્તમ પુસ્તકોનાં સ્વાધ્યાયને જીવનનું જરૂરી અંગ બનાવવું જોઈએ. પં.શ્રીરામ શર્મા આચા

 

અક્ષ્રરનાદ

આત્મધર્મ

આનંદ-આશ્રમ

ક્રાંતિકારી પુસ્તકાલય -ઋષિ ચિંતન

ગદ્યસૂર

જાનકી

જીવનશૈલી

જૈન ઈ-લાઈબ્રેરી

દાદા ભગવાન

૧૦

દાવતે ઇસ્લામી

૧૧

પુસ્તકાલય

૧૨

ભજનામૃતવાણી

૧૩

માવજીભાઈ

૧૪

રામકબીર

૧૫

રીડ ગુજરાતી

૧૬

વીતરાગ-વાણી

૧૭

શબ્દપ્રીત  ઈ-પુસ્તકાલય

૧૮

શાળા સેતુ

૧૯

સબરસગુજરાતી

૨૦

સ્વર્ગારોહણ

૨૧

સ્વામી સચ્ચિદાનંદજી
 
 
 

ટૅગ્સ:

ગુજરાતી બ્લોગ્સની યાદી અપગ્રેડ

બ્લોગનાં નામ પ્રમાણેની યાદી

ગુજરાતી બ્લોગ જગતમાં અત્યારે લગભગ – ૯૫૦ થી વધુ બ્લોગ્સનાં નામ પ્રમાણે બનેલી યાદી -૨૦૧૧ તૈયાર થયેલ, આ યાદી અપૂર્ણ છે તેમા સુધારા વધારા થશે આપને વિનંતી કે યાદીમાં ન હોય એવા બ્લોગ્સના નામ, જે બ્લોગના નામ પ્રમાણેની યાદીમાં નામ નથી તેવા અને નવા બનેલા ગુજરાતી બ્લોગ્સની યાદી અપગ્રેડ કરવા માટે આ નીચે આપેલ ફોર્મમાં વિગત ભરીને સબમીટ કરશો,

 
21 ટિપ્પણીઓ

Posted by on માર્ચ 13, 2013 માં ગુજબ્લોગજગત

 

(દ્વિતિય) શ્રેષ્ઠ ગુજરાતી બ્લોગ્સ સ્પર્ધા – ૨૦૧૨

મિત્રો,

તો ફરીથી સમય આવી ગયો છે લોકપ્રિય અને સમૃદ્ધ વિચારવંતુ ગુજરાતી વાંચન પીરસતા આ વર્ષના શ્રેષ્ઠ ગુજરાતી બ્લોગ્સ / વેબસાઈટ્સ શોધી કાઢવાનો… !

ગુજરાતી બ્લોગજગતમાં ગત વર્ષે કરેલ અનોખી શરૂઆત એક સફળ, મજેદાર, સંતોષપ્રદ અને ઉપયોગી પ્રયત્ન હતો. આ વર્ષે પણ એ જ રીતે (દ્વિતિય) શ્રેષ્ઠ ગુજરાતી બ્લોગ્સ સ્પર્ધા – ૨૦૧૨ નું આયોજન હાથ ધર્યું છે.

આ મહાકાય આયોજન માટે સૌપ્રથમ જરૂરત છે ગુજરાતી બ્લોગજગતની બ્લોગના નામ પ્રમાણેની ગત વર્ષની યાદીને ફરી એક વખત અપગ્રેડ કરવાની, વધુ ઉપયોગી અને વર્ગીકૃત કરવાની. આ કાર્ય માટે બ્લોગના નામ પ્રમાણેની યાદીમાં નામ નથી તેવા  અને / અથવા નવા બનેલા બ્લોગ્સની માહિતિ જરૂરી છે. યાદીમાં ન હોય એવા બ્લોગ્સના નામ, વેબકડી અને લેખક / સંપાદકના નામ આ પોસ્ટની નીચે પ્રતિભાવમાં ઉમેરવા વિનંતિ. ૧ ઓક્ટોબર સુધીમાં આ યાદી તૈયાર કરવાનો પ્રયત્ન છે.

એક વિચાર એવો પણ છે કે બ્લોગજગતની યાદી અને (દ્વિતિય) શ્રેષ્ઠ બ્લોગ સ્પર્ધા એ બે ભિન્ન બાબતો છે અને એ બંને અલગ અલગ રાખવા. પણ પ્રાથમિક વિચાર મુજબ હાલ તો ગુજરાતી બ્લોગ્સની યાદી અપગ્રેડ કરવાની શરૂઆત કરી છે, હું અને કાંતિભાઈ કરસાળા આ કામ કરીશું.

સ્પર્ધાના અન્ય પાસાઓ અને વધુ વિગતો સાથે ટૂંક સમયમાં ફરી ઉપસ્થિત થઈશું. દરમ્યાનમાં આ કાર્યમાં મદદ કરવા માંગતા મિત્રો તરફથી સહકારની અપેક્ષા છે.

આભાર,

– જીજ્ઞેશ અધ્યારૂ

 
23 ટિપ્પણીઓ

Posted by on સપ્ટેમ્બર 15, 2012 માં ગુજબ્લોગજગત

 

ટૅગ્સ: , ,

શ્રેષ્ઠ ગુજરાતી બ્લોગ સ્પર્ધા ૨૦૧૧ – વિજેતાઓ

મિત્રો,

આતુરતાપૂર્વક જેની રાહ જોવાઈ રહી હતી એ – શ્રેષ્ઠ બ્લોગસ્પર્ધા 2011 ના પરીણામો આજે અહીં મૂકી રહ્યો છું.

 

 અસર

યશવંત ઠક્કર

http://asaryc.wordpress.com

 સાયબર સફર

હિમાંશું કિકાણી

http://cybersafar.com

મોરપીંછ

હિના પારેખ

http://heenaparekh.com

NET-ગુર્જરી

જુગલકિશોર વ્યાસ

http://jjkishor.wordpress.com

મારા વિચારો, મારી ભાષામાં!

કાર્તિક મિસ્ત્રી

http://kartikm.wordpress.com

લયસ્તરો

સં. ધવલ શાહ, વિવેક ટેલર

http://layastaro.com

નેટવેપાર

મુર્તઝા પટેલ

http://netvepaar.wordpress.com

પ્લાનેટ જે.વી.

જય વસાવડા

http://planetjv.wordpress.com

રણકાર

નીરજ શાહ

http://rankaar.com

રીડ ગુજરાતી

મૃગેશ શાહ

http://readgujarati.com

સર્વે વિજેતાઓને અનેકો અભિનંદન, ઉપરોક્ત વિજેતા દસેય બ્લોગના સંચાલક / લેખક મિત્રો નીચેનું ચિત્ર તેમના બ્લોગ પર બ્લોગજગત દ્વારા તેમને અપાયેલા આ સન્માનના પ્રતીક સ્વરૂપે મૂકી શકે છે. અથવા નીચે આપેલ કોડ તેમના સાઈડબારના ટેક્સટ વિજેટમાં મૂકી શકે છે.

અહીં કોઈ પ્રથમ કે અંતિમ વિજેતા નથી, અને આ યાદી સંપૂર્ણપણે અંગ્રેજી મૂળાક્ષરોને આધારે ગોઠવેલી છે.

મતદાન કરનાર અનેક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. તેમના યોગદાન વગર તો આ પ્રક્રિયાની કલ્પના કરવી પણ અશક્ય છે. સમગ્ર પ્રક્રિયાના વિચારને વધાવી પ્રોત્સાહન આપી, નેટજગત પર તેને યોજવાની પરવાનગી આપનાર વિજયભાઈ અને કાંતિભાઈ, નીલમબેન દોશી અને ચેતનાબેનનો નિર્ણાયકો તરીકેની ભૂમિકા પૂરેપૂરી નિષ્ઠા અને જવાબદારી પૂર્વક નિભાવવા બદલ ખૂબ ખૂબ આભાર. જે વડીલો અને મિત્રોએ નિર્ણાયક તરીકેની ભૂમિકા માટે પરવાનગી આપેલી પરંતુ એક કે બીજી અગવડતાને લીધે ભાગ લઈ શક્યા નથી તેમનો પણ ખૂબ ખૂબ આભાર. નીલમબેન દોશી અને ચેતનાબેન સાથે બાકી રહેલા મુદ્દાઓ માટે મેં મારી મતિ પ્રમાણે ગુણ આપ્યા છે.

અને અંતે સર્વે વિજેતાઓને ફરી એક વખત અભિનંદન, તેઓ આમ જ વાચકોને ગમતા રહે અને તેમના યોગદાન અને લેખન થકી શ્રેષ્ઠતાના નવા માપદંડો સ્થાપે એવી સમગ્ર બ્લોગજગત તરફથી શુભકામનાઓ.

<a href="https://netjagat.wordpress.com/2011/11/18/winners-2011-competition/"><img title="શ્રેષ્ઠ ગુજરાતી બ્લોગ્સ ૨૦૧૧" src="https://netjagat.files.wordpress.com/2011/11/winnercup.png" alt="Best Gujarati Blogs" width="225" height="300" /></a><span style="color: #8a1717;">
 
61 ટિપ્પણીઓ

Posted by on નવેમ્બર 18, 2011 માં ગુજબ્લોગજગત

 

ટૅગ્સ: , ,

શ્રેષ્ઠ ગુજરાતી બ્લોગ સ્પર્ધા ૨૦૧૧ – એક વિચાર

મિત્રો,

દિવાળીને દિવસે જાહેર કરવા ધારેલ શ્રેષ્ઠ ગુજરાતી બ્લોગ સ્પર્ધા ૨૦૧૧ ના પરિણામો નિયત સમય વીતી ગયાને ઘણો સમય થઈ ગયો હોવા છતાં જાહેર કરી શક્યો નથી એ બદલ હું ક્ષમા પ્રાર્થું છું. સમય અને સંજોગોને આધીન એ થઈ શક્યું નથી.

સૌપ્રથમ તો આભાર માનવો છે શ્રી નીલમબેન દોશી અને શ્રી ચેતનાબેનનો કે જેમણે સમયમર્યાદા પહેલા અને પૂરી લગનથી તેમના ભાગે અપાયેલ પ્રક્રિયા પૂર્ણ કરી છે, ગુણાંકન વિશે ફોનથી પૃચ્છાઓ કરી છે અને ખૂબ પ્રેમથી આ કામમાં સહયોગ આપ્યો છે. એ બંનેનો આભાર માનવા માટે શબ્દો ઓછા જ પડે. Read the rest of this entry »

 
6 ટિપ્પણીઓ

Posted by on નવેમ્બર 17, 2011 માં ગુજબ્લોગજગત

 

ટૅગ્સ: , ,

બ્લોગ / વેબસાઈટ જેના માટે વોટ અપાયા છે…..

મિત્રો,

ગઈ કાલે રાત્રે નવથી સવારના ત્રણ અને આજે સવારે ફરી નવથી બાર એમ કુલ નવેક કલાકની મારી અને પ્રતિભાની સહીયારી કસરતને લીધે આજે ફરી નવી અપડેટ્સ સાથે હાજર થઈ શક્યો છું. હાઆ…………….શ !

જે બ્લોગ્સ / વેબસાઈટ્સને એકથી લઈને અનેક વોટ મળ્યા છે તે દરેકનો સમાવેશ નીચેની યાદીમાં અંગ્રેજી કક્કાવાર કર્યો છે. ૧૨૧ જુદા જુદા બ્લોગ્સ / વેબસાઈટ માટે વોટ થયા છે. કુલ મત અપાયેલ વેબકડીઓની સંખ્યા (એક વાર / અનેક વાર ગણીને) ૪૦૭ થવા જાય છે. આ સંપૂર્ણ યાદી છે. લગભગ પાંચેક જેટલા વોટ્સ સાચું નામ / ઈ-મેલ સરનામું ન હોવાને લીધે અથવા એકથી વધુ વખત એક જ નામે થયા હોવાને લીધે રદ્દ કરવા પડ્યા છે. ઘણા મિત્રોએ એકથી વધુ સિંગલ વોટિંગ (એક જ વેબસાઈટ / બ્લોગને મતદાન) કર્યુ છે અને તેમના IP Address પણ એક જ છે છતાં તેમને શંકાનો લાભ આપ્યો છે. નિર્ણાયકોના અને આયોજકોના વેબસાઈટ / બ્લોગ્સને મળેલા મત પણ રદ્દ કરવા પડ્યા છે. Read the rest of this entry »

 
12 ટિપ્પણીઓ

Posted by on ઓક્ટોબર 18, 2011 માં ગુજબ્લોગજગત

 

શ્રેષ્ઠ ગુજરાતી બ્લોગ સ્પર્ધા ૨૦૧૧ અપડેટ્સ – ૨

પ્રિય મિત્રો,

ગુજરાતી બ્લોગજગતના શ્રેષ્ઠ ૧૦ બ્લોગ્સ માટે વોટ આપવાની મુદ્દત પૂર્ણ થઈ છે. ગઈકાલે મત આપવા માટેનો અંતિમ દિવસ હતો.

મત અને પ્રતિભાવો રૂપે જેને અકલ્પ્ય પ્રતિસાદ મળ્યો છે તેવી આ સમગ્ર પ્રક્રિયા આપ સૌના સહકાર વિના આમ સુંદર રીતે આગળ વધી શકી ન હોત, આપના સતત પ્રોત્સાહન અને સૂચનો બદલ આભાર. ૯૫૩ બ્લોગના લિસ્ટમા હજુ અનેક બ્લોગ ઉમેરવા માટેના સૂચનો મળે છે અને આ એક અંતવિહીન પ્રક્રિયા છે, છતાંય મોકો મળે કે તરતજ એ યાદી ફરી તરતજ અપડેટ થઈ જશે.

અમુક મિત્રોએ અને ખાસ કરીને બહેનોએ આ મતપ્રક્રિયાની તારીખને લંબાવવા વિનંતિ કરી હતી, તેમનું કહેવું હતું કે પહેલા નવરાત્રી અને હવે દીવાળીના કામને લઈને તેમને મતદાન માટે સમય ફાળવવાનો અવસર મળ્યો નથી. પરંતુ આ પંદર દિવસથી સતત ચાલતી રહેલી પ્રક્રિયા છે, નિર્ણાયક મિત્રો અને આયોજકોમાંથી બહુમતિ સભ્યોની ઈચ્છા મતપ્રક્રિયા પૂર્ણ કરવાની છે અને એથી આ મતદાન બંધ કરવામાં આવી રહ્યું છે.

મતદાતાઓએ ઘણી સૂઝથી, ખંતથી અને પારખી નજરે મત આપ્યા છે એવું મારું પ્રાથમિક તારણ છે. છતાંય આવનારા સમયમાં આ પ્રક્રિયાના વધુ પરિપાકો અને પરિણામો વહેંચતા રહીશું. મતોની આંકડાકીય માયાજાળમાં અત્યારે પડતો નથી.

અપાયેલા મતને સાર્વજનિક કરવા કે નહીં એ માટે એક નાનકડો પોલ આ જ બ્લોગના ઉપરના ભાગે જમણી તરફ લાલ ચોરસમાં ચાલી રહ્યો છે. અને ૧૦૦થી વધુ મતોમાંથી ૮૬% થી વધુ લોકો કહે છે કે એ મતોને જાહેર કરવા જોઈએ. આપનું શું કહેવું છે?

અને, અંતે મતગણતરી થાય અને દિવાળી અથવા બેસતા વર્ષના દિવસે પરિણામો જાહેર કરીએ ત્યાં સુધી ગુજરાતી બ્લોગજગત માટેના સામાન્ય જ્ઞાનની કેટલીક વાત… આપને ખબર છે… ? પ્રતિભાવમાં જવાબ આપો…. આપણે સૌ આ ખૂબ જરૂરી વિગતો જાણીએ…

સૌપ્રથમ ગુજરાતી બ્લોગ કયો?
એ કઈ સાલમાં શરૂ થયો?

સૌપ્રથમ ગુજરાતી વેબસાઈટ કઈ?
એ કઈ સાલમાં શરૂ થઈ?

સૌપ્રથમ સ્વરચિત કાવ્યોની વેબસાઇટ કઈ?

સૌપ્રથમ ગુજરાતી ઈ-મેગેઝીન કયું?

સૌપ્રથમ ઓનલાઈન થયેલું ગુજરાતી ઈ-પુસ્તક કયું હતું?

સૌપ્રથમ ઈ-પુસ્તકો ક્યાંથી ડાઊનલોડ માટે ઉપલબ્ધ થયાં?

યુનિકોડ આધારીત સૌપ્રથમ ગુજરાતી બ્લોગ / વેબસાઈટ કઈ?

સૌપ્રથમ ગુજરાતી બ્લોગ એગ્રીગેટર કયું?

સાહિત્ય સિવાયના વિષયો માટે બ્લોગીંગ થતું હોય એવી સૌપ્રથમ વેબસાઈટ / બ્લોગ કયો?

ગુજરાતી ભાષાની સૌથી વધુ ક્લિક્સ ધરાવતો બ્લોગ / વેબસાઈટ આપના મતે કઈ છે?

સાહિત્ય સિવાયના વિષયો માટે બ્લોગીંગ થતું હોય એવી અન્ય કઈ ગુજરાતી વેબસાઈટ્સ તમે જાણો છો?

મતદાનના જવાબોને આધારે પ્રમુખ ૨૫ બ્લોગ્સના નામ મતોમાંથી અમે શોધી કાઢીએ ત્યાં સુધી આ જવાબો શોધીને અહીં આપવાનો પ્રયત્ન કરશો. કમ સે કમ આપણા બ્લોગપરિવાર વિશેનું આટલું સામાન્ય જ્ઞાન તો મેળવીએ!

– જીજ્ઞેશ અધ્યારૂ

 
14 ટિપ્પણીઓ

Posted by on ઓક્ટોબર 16, 2011 માં ગુજબ્લોગજગત

 

ટૅગ્સ: , ,

શ્રેષ્ઠ ગુજરાતી બ્લોગ / વેબસાઈટ સ્પર્ધા ૨૦૧૧ અપડેટ્સ

મિત્રો,

સૌપ્રથમ તો શ્રેષ્ઠ ગુજરાતી બ્લોગ / વેબસાઈટ સ્પર્ધા ૨૦૧૧ ને અનોખો પ્રતિસાદ આપવા બદલ ખૂબ ખૂબ આભાર. આપના મત સતત મળી રહ્યા છે તે બદલ ધન્યવાદ.

ગુજરાતી બ્લોગની અપડેટેડ યાદી બ્લોગનાં નામ પ્રમાણેની યાદી કડી પર ઉપલબ્ધ છે જેમાં પ્રથમ વખત સૌથી વધુ 953 બ્લોગ્સનો સમાવેશ થયો છે. આ બ્લોગયાદી બનાવવા માટે રોજેરોજ કલાકો સુધી અને અંતે સમયના ટૂંકા ગાળાને જોતા દશેરાના દિવસે સવારના પાંચથી રાત્રીના બાર સુધી સતત મેરેથોન મહેનત કરનાર કાંતિભાઈનો આભાર.

છતાંય જો કોઈ મિત્રોના બ્લોગ / વેબસાઈટ ઉમેરવાના રહી ગયા હોય અથવા યાદીમાં કોઈ ભૂલ દેખાય તો સુધારો સૂચવવા વિનંતિ જેથી આ યાદીને ઉપયોગી અને ક્ષતિરહિત બનાવી શકાય. એક પણ ગુજરાતી બ્લોગ ઉમેરાયા વગરનો રહી ન જાય એ જોવાનો અહીં પ્રયત્ન કર્યો છે.

હવે મતદાનના આઠ દિવસ બાકી રહ્યા છે, આ દરમ્યાન શક્ય તેટલા વધુ મિત્રોને આ બાબતે જાણ કરી મતદાન કરાવવા વિનંતિ. બ્લોગર મિત્રો તેમને ગમતા બ્લોગ્સ સાથે પોતાના બ્લોગ માટે પણ મતદાન કરી શકે છે.

અત્યાર સુધી વોટ્સ મારફત 45 વેબસાઈટ્સ / બ્લોગ્સ એક કે વધુ વખત નોમિનેટ થઈ ચૂક્યા છે.

કેટલાક વડીલોએ ફોન પર અને ઈ-મેલ દ્વારા એમ પણ જણાવ્યું છે કે તેમને આ રીતે ફક્ત કોઈ પણ દસ વેબસાઈટ્સને શ્રેષ્ઠ જાહેર કરવી યોગ્ય નથી લાગતી કારણકે તેમના મતે વિવિધ ક્ષેત્રોમાં વિવિધ વેબસાઈટ્સ / બ્લોગ્સ યોગ્યતા ધરાવે છે. માટે ગુજરાતી બ્લોગવિશ્વને શ્રેષ્ઠ દસ બ્લોગની યાદીમાં તેઓ ન્યાય મળતો જોઈ શક્તા નથી. તેમના મતે બધી યોગ્ય વેબસાઈટ્સને મત આપવો શક્ય નથી કારણકે શક્ય છે કે સર્વથા યોગ્ય વેબસાઈટ્સ નોમિનેટ જ ન થાય.

મારે તેમને એ જ કહેવું છે કે યોગ્ય વેબસાઈટ સાથે ન્યાય યોગ્ય રીતે થાય તે માટે તમને ગમતી દસ કે બાર વેબસાઈટ્સ / બ્લોગ્સમાંથી ગમે તે પાંચ વેબસાઈટ્સ / બ્લોગને નોમિનેટ કરો. શક્ય છે કે તમારો એક મત તેને પ્રમુખ 25 ની યાદી સુધી લઈ જાય. તમે તેને વોટ નહીં આપો તો શક્ય છે કે આપના એક મતના અભાવે – એક મત ઓછો હોવાથી તે પ્રમુખ 25 બ્લોગની યાદીમાં ન આવે અને આમ યોગ્ય વેબસાઈટ સ્પર્ધામાં જ ન આવે કારણકે આખરે સમગ્ર પ્રક્રિયા આપના જેવા વાચકમિત્રો પર જ તો આધારિત છે.

જજ મિત્રોને આ પ્રક્રિયામાં ભાગ લેવાની વિનંતિ કરતી વખતે – એ પહેલા એ ધ્યાન રાખેલું કે એ મિત્રો – વડીલો અનુભવી બ્લોગર હોય, મોટાભાગના જજ મિત્રો બ્લોગર છે અને તેમને બ્લોગિઁગનો વર્ષોનો અનુભવ છે.

સૌથી વધુ મત પામેલા 25 બ્લોગ્સને એ મિત્રો પોતપોતાની રીતે 1 થી 10 ગુણના માપદંડ પર ચકાસશે. અને એ બધાના ગુણોનો સરવાળો કરતાં જે બ્લોગ સૌથી વધુ ગુણ મેળવશે તેવા 10 પ્રથમ બ્લોગ્સ વિજેતા જાહેર થશે.

પણ, કોઈ બ્લોગ પ્રથમ કે દસમો નહીં હોય, વિજેતા દરેક બ્લોગ શ્રેષ્ઠ દસ બ્લોગનું બહુમાન મેળવશે.

સ્પર્ધાને અંતે મળેલા પ્રતિભાવો – નોમિનેશનને જાહેર કરવા કે નહીં? – આપનો પ્રતિભાવ જમણી તરફ પોલ માટેના ખાનામાં હા ના કે ખબર નથી એ વિકલ્પોમાં આપશો. અત્યાર સુધીના પ્રતિભાવો જણાવે છે કે એ નોમિનેશન જાહેર કરવા જોઈએ. આ પ્રક્રિયા આપના મનની વાત જાણવા માટે છે અને આ અંગેનો નિર્ણય પણ નિર્ણાયકોના હાથમાં રહેશે.

અને અંતે કદાચ કોઈને સ્પષ્ટતાની જરૂર હોય તો, અક્ષરનાદ અથવા અન્ય આયોજકોના / નિર્ણાયકોના બ્લોગ્સ આ સ્પર્ધાની બહાર છે, એમાં મારો કોઈ અંગત સ્વાર્થ નથી અને આ સ્પર્ધાને અંતે સર્વાનુમતે શ્રેષ્ઠ 10 ગુજરાતી બ્લોગ શોધવા સિવાય આ સ્પર્ધાનો અન્ય કોઈ હેતુ નથી.

આશા છે આપ વોટ આપીને યોગ્ય વેબસાઈટ / બ્લોગને આગળ આવવામાં મદદ કરશો. આવી જ એક અંગ્રેજી બ્લોગ સ્પર્ધાને 526 વોટ્સ મળેલા છે. આપણે ક્યાં સુધી પહોંચી શકીશું?

– જિજ્ઞેશ અધ્યારૂ

 
5 ટિપ્પણીઓ

Posted by on ઓક્ટોબર 7, 2011 માં ગુજબ્લોગજગત

 

ટૅગ્સ: ,

આવો, ગુજરાતી બ્લોગ જગતને એક ઓળખ આપીએ

પ્રિય મિત્રો

પહેલા તો એમ કહો કે તમને ખબર છે ગુજરાતી બ્લોગ જગતમાં અત્યારે લગભગ ૯૫૦ થી વધુ બ્લોગ્સ અસ્તિત્વમાં છે? એમાંથી તમે કેટલા બ્લોગને જાણો છો? તમને કયો બ્લોગ વાંચવાનું ગમે છે? આટલા બધા ગુજરાતી બ્લોગમાંથી તમને વાંચવા ગમે તેવા અને ઉપયોગી થાય એવા બ્લોગ કેટલા અને કયા કયા?

આ પ્રશ્નનો ઉત્તર દરેક માટે અલગ અલગ હશે. સવાલ વિષયપસંદગી ઉપરાંત અંગત ગમા અણગમા અને બ્લોગની ઉપયોગિતાનો પણ ખરો!

તો ચાલો આપણે શોધીએ ગુજરાતીના સૌથી વધુ પ્રખ્યાત બ્લોગ્સ… ગુજરાતી વેબવિશ્વના આ પ્રથમ અને અનોખા પ્રયાસને સફળ બનાવવા માટે અમને જરૂર પડશે તમારી જ મદદની. Read the rest of this entry »

 
193 ટિપ્પણીઓ

Posted by on ઓક્ટોબર 1, 2011 માં ગુજબ્લોગજગત

 

ટૅગ્સ:

 
%d bloggers like this: