RSS

શ્રેષ્ઠ ગુજરાતી બ્લોગ સ્પર્ધા ૨૦૧૧ – એક વિચાર

મિત્રો,

દિવાળીને દિવસે જાહેર કરવા ધારેલ શ્રેષ્ઠ ગુજરાતી બ્લોગ સ્પર્ધા ૨૦૧૧ ના પરિણામો નિયત સમય વીતી ગયાને ઘણો સમય થઈ ગયો હોવા છતાં જાહેર કરી શક્યો નથી એ બદલ હું ક્ષમા પ્રાર્થું છું. સમય અને સંજોગોને આધીન એ થઈ શક્યું નથી.

સૌપ્રથમ તો આભાર માનવો છે શ્રી નીલમબેન દોશી અને શ્રી ચેતનાબેનનો કે જેમણે સમયમર્યાદા પહેલા અને પૂરી લગનથી તેમના ભાગે અપાયેલ પ્રક્રિયા પૂર્ણ કરી છે, ગુણાંકન વિશે ફોનથી પૃચ્છાઓ કરી છે અને ખૂબ પ્રેમથી આ કામમાં સહયોગ આપ્યો છે. એ બંનેનો આભાર માનવા માટે શબ્દો ઓછા જ પડે. Read the rest of this entry »

 
6 ટિપ્પણીઓ

Posted by on નવેમ્બર 17, 2011 in ગુજબ્લોગજગત

 

ટૅગ્સ: , ,

બ્લોગ / વેબસાઈટ જેના માટે વોટ અપાયા છે…..

મિત્રો,

ગઈ કાલે રાત્રે નવથી સવારના ત્રણ અને આજે સવારે ફરી નવથી બાર એમ કુલ નવેક કલાકની મારી અને પ્રતિભાની સહીયારી કસરતને લીધે આજે ફરી નવી અપડેટ્સ સાથે હાજર થઈ શક્યો છું. હાઆ…………….શ !

જે બ્લોગ્સ / વેબસાઈટ્સને એકથી લઈને અનેક વોટ મળ્યા છે તે દરેકનો સમાવેશ નીચેની યાદીમાં અંગ્રેજી કક્કાવાર કર્યો છે. ૧૨૧ જુદા જુદા બ્લોગ્સ / વેબસાઈટ માટે વોટ થયા છે. કુલ મત અપાયેલ વેબકડીઓની સંખ્યા (એક વાર / અનેક વાર ગણીને) ૪૦૭ થવા જાય છે. આ સંપૂર્ણ યાદી છે. લગભગ પાંચેક જેટલા વોટ્સ સાચું નામ / ઈ-મેલ સરનામું ન હોવાને લીધે અથવા એકથી વધુ વખત એક જ નામે થયા હોવાને લીધે રદ્દ કરવા પડ્યા છે. ઘણા મિત્રોએ એકથી વધુ સિંગલ વોટિંગ (એક જ વેબસાઈટ / બ્લોગને મતદાન) કર્યુ છે અને તેમના IP Address પણ એક જ છે છતાં તેમને શંકાનો લાભ આપ્યો છે. નિર્ણાયકોના અને આયોજકોના વેબસાઈટ / બ્લોગ્સને મળેલા મત પણ રદ્દ કરવા પડ્યા છે. Read the rest of this entry »

 
12 ટિપ્પણીઓ

Posted by on ઓક્ટોબર 18, 2011 in ગુજબ્લોગજગત

 

શ્રેષ્ઠ ગુજરાતી બ્લોગ સ્પર્ધા ૨૦૧૧ અપડેટ્સ – ૨

પ્રિય મિત્રો,

ગુજરાતી બ્લોગજગતના શ્રેષ્ઠ ૧૦ બ્લોગ્સ માટે વોટ આપવાની મુદ્દત પૂર્ણ થઈ છે. ગઈકાલે મત આપવા માટેનો અંતિમ દિવસ હતો.

મત અને પ્રતિભાવો રૂપે જેને અકલ્પ્ય પ્રતિસાદ મળ્યો છે તેવી આ સમગ્ર પ્રક્રિયા આપ સૌના સહકાર વિના આમ સુંદર રીતે આગળ વધી શકી ન હોત, આપના સતત પ્રોત્સાહન અને સૂચનો બદલ આભાર. ૯૫૩ બ્લોગના લિસ્ટમા હજુ અનેક બ્લોગ ઉમેરવા માટેના સૂચનો મળે છે અને આ એક અંતવિહીન પ્રક્રિયા છે, છતાંય મોકો મળે કે તરતજ એ યાદી ફરી તરતજ અપડેટ થઈ જશે.

અમુક મિત્રોએ અને ખાસ કરીને બહેનોએ આ મતપ્રક્રિયાની તારીખને લંબાવવા વિનંતિ કરી હતી, તેમનું કહેવું હતું કે પહેલા નવરાત્રી અને હવે દીવાળીના કામને લઈને તેમને મતદાન માટે સમય ફાળવવાનો અવસર મળ્યો નથી. પરંતુ આ પંદર દિવસથી સતત ચાલતી રહેલી પ્રક્રિયા છે, નિર્ણાયક મિત્રો અને આયોજકોમાંથી બહુમતિ સભ્યોની ઈચ્છા મતપ્રક્રિયા પૂર્ણ કરવાની છે અને એથી આ મતદાન બંધ કરવામાં આવી રહ્યું છે.

મતદાતાઓએ ઘણી સૂઝથી, ખંતથી અને પારખી નજરે મત આપ્યા છે એવું મારું પ્રાથમિક તારણ છે. છતાંય આવનારા સમયમાં આ પ્રક્રિયાના વધુ પરિપાકો અને પરિણામો વહેંચતા રહીશું. મતોની આંકડાકીય માયાજાળમાં અત્યારે પડતો નથી.

અપાયેલા મતને સાર્વજનિક કરવા કે નહીં એ માટે એક નાનકડો પોલ આ જ બ્લોગના ઉપરના ભાગે જમણી તરફ લાલ ચોરસમાં ચાલી રહ્યો છે. અને ૧૦૦થી વધુ મતોમાંથી ૮૬% થી વધુ લોકો કહે છે કે એ મતોને જાહેર કરવા જોઈએ. આપનું શું કહેવું છે?

અને, અંતે મતગણતરી થાય અને દિવાળી અથવા બેસતા વર્ષના દિવસે પરિણામો જાહેર કરીએ ત્યાં સુધી ગુજરાતી બ્લોગજગત માટેના સામાન્ય જ્ઞાનની કેટલીક વાત… આપને ખબર છે… ? પ્રતિભાવમાં જવાબ આપો…. આપણે સૌ આ ખૂબ જરૂરી વિગતો જાણીએ…

સૌપ્રથમ ગુજરાતી બ્લોગ કયો?
એ કઈ સાલમાં શરૂ થયો?

સૌપ્રથમ ગુજરાતી વેબસાઈટ કઈ?
એ કઈ સાલમાં શરૂ થઈ?

સૌપ્રથમ સ્વરચિત કાવ્યોની વેબસાઇટ કઈ?

સૌપ્રથમ ગુજરાતી ઈ-મેગેઝીન કયું?

સૌપ્રથમ ઓનલાઈન થયેલું ગુજરાતી ઈ-પુસ્તક કયું હતું?

સૌપ્રથમ ઈ-પુસ્તકો ક્યાંથી ડાઊનલોડ માટે ઉપલબ્ધ થયાં?

યુનિકોડ આધારીત સૌપ્રથમ ગુજરાતી બ્લોગ / વેબસાઈટ કઈ?

સૌપ્રથમ ગુજરાતી બ્લોગ એગ્રીગેટર કયું?

સાહિત્ય સિવાયના વિષયો માટે બ્લોગીંગ થતું હોય એવી સૌપ્રથમ વેબસાઈટ / બ્લોગ કયો?

ગુજરાતી ભાષાની સૌથી વધુ ક્લિક્સ ધરાવતો બ્લોગ / વેબસાઈટ આપના મતે કઈ છે?

સાહિત્ય સિવાયના વિષયો માટે બ્લોગીંગ થતું હોય એવી અન્ય કઈ ગુજરાતી વેબસાઈટ્સ તમે જાણો છો?

મતદાનના જવાબોને આધારે પ્રમુખ ૨૫ બ્લોગ્સના નામ મતોમાંથી અમે શોધી કાઢીએ ત્યાં સુધી આ જવાબો શોધીને અહીં આપવાનો પ્રયત્ન કરશો. કમ સે કમ આપણા બ્લોગપરિવાર વિશેનું આટલું સામાન્ય જ્ઞાન તો મેળવીએ!

– જીજ્ઞેશ અધ્યારૂ

 
14 ટિપ્પણીઓ

Posted by on ઓક્ટોબર 16, 2011 in ગુજબ્લોગજગત

 

ટૅગ્સ: , ,

શ્રેષ્ઠ ગુજરાતી બ્લોગ / વેબસાઈટ સ્પર્ધા ૨૦૧૧ અપડેટ્સ

મિત્રો,

સૌપ્રથમ તો શ્રેષ્ઠ ગુજરાતી બ્લોગ / વેબસાઈટ સ્પર્ધા ૨૦૧૧ ને અનોખો પ્રતિસાદ આપવા બદલ ખૂબ ખૂબ આભાર. આપના મત સતત મળી રહ્યા છે તે બદલ ધન્યવાદ.

ગુજરાતી બ્લોગની અપડેટેડ યાદી બ્લોગનાં નામ પ્રમાણેની યાદી કડી પર ઉપલબ્ધ છે જેમાં પ્રથમ વખત સૌથી વધુ 953 બ્લોગ્સનો સમાવેશ થયો છે. આ બ્લોગયાદી બનાવવા માટે રોજેરોજ કલાકો સુધી અને અંતે સમયના ટૂંકા ગાળાને જોતા દશેરાના દિવસે સવારના પાંચથી રાત્રીના બાર સુધી સતત મેરેથોન મહેનત કરનાર કાંતિભાઈનો આભાર.

છતાંય જો કોઈ મિત્રોના બ્લોગ / વેબસાઈટ ઉમેરવાના રહી ગયા હોય અથવા યાદીમાં કોઈ ભૂલ દેખાય તો સુધારો સૂચવવા વિનંતિ જેથી આ યાદીને ઉપયોગી અને ક્ષતિરહિત બનાવી શકાય. એક પણ ગુજરાતી બ્લોગ ઉમેરાયા વગરનો રહી ન જાય એ જોવાનો અહીં પ્રયત્ન કર્યો છે.

હવે મતદાનના આઠ દિવસ બાકી રહ્યા છે, આ દરમ્યાન શક્ય તેટલા વધુ મિત્રોને આ બાબતે જાણ કરી મતદાન કરાવવા વિનંતિ. બ્લોગર મિત્રો તેમને ગમતા બ્લોગ્સ સાથે પોતાના બ્લોગ માટે પણ મતદાન કરી શકે છે.

અત્યાર સુધી વોટ્સ મારફત 45 વેબસાઈટ્સ / બ્લોગ્સ એક કે વધુ વખત નોમિનેટ થઈ ચૂક્યા છે.

કેટલાક વડીલોએ ફોન પર અને ઈ-મેલ દ્વારા એમ પણ જણાવ્યું છે કે તેમને આ રીતે ફક્ત કોઈ પણ દસ વેબસાઈટ્સને શ્રેષ્ઠ જાહેર કરવી યોગ્ય નથી લાગતી કારણકે તેમના મતે વિવિધ ક્ષેત્રોમાં વિવિધ વેબસાઈટ્સ / બ્લોગ્સ યોગ્યતા ધરાવે છે. માટે ગુજરાતી બ્લોગવિશ્વને શ્રેષ્ઠ દસ બ્લોગની યાદીમાં તેઓ ન્યાય મળતો જોઈ શક્તા નથી. તેમના મતે બધી યોગ્ય વેબસાઈટ્સને મત આપવો શક્ય નથી કારણકે શક્ય છે કે સર્વથા યોગ્ય વેબસાઈટ્સ નોમિનેટ જ ન થાય.

મારે તેમને એ જ કહેવું છે કે યોગ્ય વેબસાઈટ સાથે ન્યાય યોગ્ય રીતે થાય તે માટે તમને ગમતી દસ કે બાર વેબસાઈટ્સ / બ્લોગ્સમાંથી ગમે તે પાંચ વેબસાઈટ્સ / બ્લોગને નોમિનેટ કરો. શક્ય છે કે તમારો એક મત તેને પ્રમુખ 25 ની યાદી સુધી લઈ જાય. તમે તેને વોટ નહીં આપો તો શક્ય છે કે આપના એક મતના અભાવે – એક મત ઓછો હોવાથી તે પ્રમુખ 25 બ્લોગની યાદીમાં ન આવે અને આમ યોગ્ય વેબસાઈટ સ્પર્ધામાં જ ન આવે કારણકે આખરે સમગ્ર પ્રક્રિયા આપના જેવા વાચકમિત્રો પર જ તો આધારિત છે.

જજ મિત્રોને આ પ્રક્રિયામાં ભાગ લેવાની વિનંતિ કરતી વખતે – એ પહેલા એ ધ્યાન રાખેલું કે એ મિત્રો – વડીલો અનુભવી બ્લોગર હોય, મોટાભાગના જજ મિત્રો બ્લોગર છે અને તેમને બ્લોગિઁગનો વર્ષોનો અનુભવ છે.

સૌથી વધુ મત પામેલા 25 બ્લોગ્સને એ મિત્રો પોતપોતાની રીતે 1 થી 10 ગુણના માપદંડ પર ચકાસશે. અને એ બધાના ગુણોનો સરવાળો કરતાં જે બ્લોગ સૌથી વધુ ગુણ મેળવશે તેવા 10 પ્રથમ બ્લોગ્સ વિજેતા જાહેર થશે.

પણ, કોઈ બ્લોગ પ્રથમ કે દસમો નહીં હોય, વિજેતા દરેક બ્લોગ શ્રેષ્ઠ દસ બ્લોગનું બહુમાન મેળવશે.

સ્પર્ધાને અંતે મળેલા પ્રતિભાવો – નોમિનેશનને જાહેર કરવા કે નહીં? – આપનો પ્રતિભાવ જમણી તરફ પોલ માટેના ખાનામાં હા ના કે ખબર નથી એ વિકલ્પોમાં આપશો. અત્યાર સુધીના પ્રતિભાવો જણાવે છે કે એ નોમિનેશન જાહેર કરવા જોઈએ. આ પ્રક્રિયા આપના મનની વાત જાણવા માટે છે અને આ અંગેનો નિર્ણય પણ નિર્ણાયકોના હાથમાં રહેશે.

અને અંતે કદાચ કોઈને સ્પષ્ટતાની જરૂર હોય તો, અક્ષરનાદ અથવા અન્ય આયોજકોના / નિર્ણાયકોના બ્લોગ્સ આ સ્પર્ધાની બહાર છે, એમાં મારો કોઈ અંગત સ્વાર્થ નથી અને આ સ્પર્ધાને અંતે સર્વાનુમતે શ્રેષ્ઠ 10 ગુજરાતી બ્લોગ શોધવા સિવાય આ સ્પર્ધાનો અન્ય કોઈ હેતુ નથી.

આશા છે આપ વોટ આપીને યોગ્ય વેબસાઈટ / બ્લોગને આગળ આવવામાં મદદ કરશો. આવી જ એક અંગ્રેજી બ્લોગ સ્પર્ધાને 526 વોટ્સ મળેલા છે. આપણે ક્યાં સુધી પહોંચી શકીશું?

– જિજ્ઞેશ અધ્યારૂ

 
5 ટિપ્પણીઓ

Posted by on ઓક્ટોબર 7, 2011 in ગુજબ્લોગજગત

 

ટૅગ્સ: ,

આવો, ગુજરાતી બ્લોગ જગતને એક ઓળખ આપીએ

પ્રિય મિત્રો

પહેલા તો એમ કહો કે તમને ખબર છે ગુજરાતી બ્લોગ જગતમાં અત્યારે લગભગ ૯૫૦ થી વધુ બ્લોગ્સ અસ્તિત્વમાં છે? એમાંથી તમે કેટલા બ્લોગને જાણો છો? તમને કયો બ્લોગ વાંચવાનું ગમે છે? આટલા બધા ગુજરાતી બ્લોગમાંથી તમને વાંચવા ગમે તેવા અને ઉપયોગી થાય એવા બ્લોગ કેટલા અને કયા કયા?

આ પ્રશ્નનો ઉત્તર દરેક માટે અલગ અલગ હશે. સવાલ વિષયપસંદગી ઉપરાંત અંગત ગમા અણગમા અને બ્લોગની ઉપયોગિતાનો પણ ખરો!

તો ચાલો આપણે શોધીએ ગુજરાતીના સૌથી વધુ પ્રખ્યાત બ્લોગ્સ… ગુજરાતી વેબવિશ્વના આ પ્રથમ અને અનોખા પ્રયાસને સફળ બનાવવા માટે અમને જરૂર પડશે તમારી જ મદદની. Read the rest of this entry »

 
 

ટૅગ્સ:

ગુજરાતી નેટજગત બ્લોગનું એગ્રીગેટર

ગુજરાતી નેટજગત બ્લોગનું એગ્રીગેટર

બ્લોગર મિત્રો,

સંપ ત્યાં જંપ તે ન્યાયે…

ગુજરાતી ભાષા જેમ લોકો વધુ વાંચે તેમ તેનું સૌંદર્ય જાણે. માણે અને તે હેતુ સંપન્ન કરેછે ગુજરાતી બ્લોગજગતમાં જેટલા નોંધાયેલા બ્લોગ છે સંપ ત્યાં જંપ તે ન્યાયે… Gujarati Net Jagat Blog Aggregator બ્લોગરનાં નામ પ્રમાણે ની યાદી

ગુજરાતી બ્લોગજગતને એક તાંતણે બાંધતી કડી એગ્રીગેટ.

અત્યાર સુધી નોંધાયેલા બધા બ્લોગ અત્રે આપ વાંચી શકશો અને વધુ જેમ ખુલતા જશે તેમ ઉમેરાતા જશે. તકનીકી વિજ્ઞાન જેમ નવા રસ્તા શોધે છે તેમ આગળ વધીને ચાલો આપણે પણ વાચકોની સુવિધા વધારતા આ પ્રયોગને માણીયે.

આપનો બ્લોગ અહીં ઉમેરવામા આવ્યો છે, તેમછતા રહી જવા પામેલ હોય તો,

અહીં તમારો બ્લોગ ઉમેરા અહીં ક્લીક કરો..

બ્લોગરના નામ પ્રમાણેની યાદીમાં આપનો બ્લોગ રાખવા માંગતા ન હોય

ભૂલથી આવી ગયો હોય તો તે કાઢી નાખવા માટે

અહીં ક્લીક કરો..

Member of ગુજરાતી બ્લોગજગતને એક તાંતણે બાંધતી કડી નું  Widget  તમારા બ્લોગ પર સાઈડબારમાં Membership Button  મૂકી શકો છો.

ગુજરાતી બ્લોગ અને બ્લોગરો માટે

ગુજરાતી બ્લોગજગતને એક તાંતણે બાંધતી કડી ગુજરાતી બ્લોગને એક તાંતણે બાંધતી કડી અત્રે

(૧)  બ્લોગરનાં નામ અને (૨) બ્લોગનાં નામ પ્રમાણે   યાદીનો બ્લોગ…..


 
5 ટિપ્પણીઓ

Posted by on એપ્રિલ 14, 2010 in સમાચાર

 

આચાર સંહિતા-બ્લોગરો માટેનાં કાયદા જાણો અને તેનાથી ડરો.

વિનયભાઇ ખત્રી એક જાગૃત વાચક છે. જે માતભાષા સંરક્ષણનું ઉમદા કામ છે. જેઓ બ્લોગરની ક્ષતિ પકડી અને સુધારો કરાવે છે. ઘણી વખત અજ્ઞાન પણ કામ કરે છે તે અજ્ઞાન દુર કરવાનો અલ્પ પ્રયત્ન આ લેખ દ્વારા મારો છે. હું પહેલા સ્વિકારી લઉં કે હું અલ્પમતિ છું અને સૌ બ્લોગર ભાઇઓની સાથે હું પણ શીખતો આવ્યો છું તેથી આ લેખમાં પણ કચાશ હોય કે તેમા વધારે ઉમેરવા જેવું લાગે તો જરુરથી જણાવશો.

તકનીકી વિકાસે પ્રકાશન સુલભ અને સરળ બનાવ્યું પણ અત્રે એ જરુરી છે કે બ્લોગ અને મિત્રોમાં ઇ મૈલ મોકલવા તે બે તદ્દન જુદી વાત છે.

બ્લોગ મહદ અંશે પોતાના લખાણો અને પોતાની વિચારધારાઓને જગ સામે મુકવાનો રસ્તો છે. અને તેથીજ મોટા નેતા અને અભિનેતા પોતાના ચાહકોમાં પોતાની વાતો લખે છે અને ઘણી વખત તેમના જવાબ પણ આપે છે. બ્લોગ જ્યારે પ્રકાશનનું માધ્યમ બન્યુ ત્યારે પ્રકાશનનાં કેટલાક મુળભૂત નિયમો જાણવા જરુરી છે.આ જાણકારી સ્વનિયંત્રણ નો એક પ્રકાર છે.

  • બ્લોગ ઉપર પોતાને ગમેલા અન્યનાં વાક્યો, કવિતા કે લેખોની નીચે પોતાનું નામ મુકી દેવું તે બુધ્ધિધનની ચોરી છે. અને હાલમાં તેની સજા ફજેતી છે. (  નેટ જગતમાં કોપી પેસ્ટ વાળા બ્લોગનો સમાવેશ કરવામાં આવશે નહી.. અને જો તેમ કરતા પકડાશે તેઓનું નામ રદ થશે)
  • જાણીતા લેખકોની કૃતિ તેમના નામ સાથે મુકવી એ વહેવાર હોઇ શકે પણ જો તે લેખક કે કવિ તેમનું બુધ્ધિધન વાપરવા બદલ વળતર માંગે કે વાંધો ઉઠાવે તો સવિનય માફી સાથે તે કૃતિ દુર કરવી
  • જો ખરેખર કૃતિ ગમી હોયતો જે તે લેખક્ની પરવાનગી લઇને મુકવી અને મુક્યા પછી તેમને જાણ કરવી. ( મહદ અંશે લેખકો પરવાનગી આપતા જ હોય છે.. તેમને જાણ કરવાનો વિવેક આપણો હોવો જોઇએ)
  • ઘણા લોકો કોપી રાઈટએક્ટને દાંત અને નખ વિનાનો વાઘ માને છે જે ભુલ ભરેલ છે જ્યારે કાયદો અમલમાં આવે ત્યારે તેની સજા..દંડ અને જેલ પણ હોઇ શકે
  • કોઇને ઉતારી પાડવા અથવા ભળતા નામે બુરાઇ કરવાની જો કુટેવ હોયતો સત્વરે સુધારી લેશો.. બ્લોગ એ સંસ્કારીતાનું સ્થાન છે. વાણી વિલાસ, નગ્નતા અને અશ્લીલ લખાણો જેમ પ્રકાશનમાં નીંદનીય હોયછે તેમજ બ્લોગીંગમાં પણ છે. તેને લખનારો લેખક (ભલેને તે આભાસી નામે લખતો હોય) અને તેને પ્રસિધ્ધ કરનારો બ્લોગર જેતે દેશનાં કાયદાની ચુંગલમાં આવી શકે છે.

ફરીથી જણાવું કે કાયદા જાણો અને તેનાથી ડરો. તે વહેવારિક જીવન છે. તેના ઉલ્લંઘનો કદાચ ટુંકા ગાળાની પ્રસિધ્ધિ આપશે પણ લાંબા ગાળાની તો નુકશાની જ આપે છે. ઝેરનાં પારખા ન હોય.. અને ઝેર પી ગયા પછી તેની અસરો આવે આવે અને આવેજ. આપણે નિજાનંદ માટે સર્જન કરીયે અને સાથે સાથે ધ્યાન રાખીયે કે તેમ કરતા તમારુ અહિત તો નથી થતુને…

આજે વિનયભાઇનો ઈ મેલ આવ્યો જેમાં તેમણે જોય વિક્ટ્રી એ બ્લૉગ વિશેની પાંચ ટિપ્સ આપી છે:

  1. અગાઉ લખાઈ ચૂક્યું ન હોય એવું મૌલિક લખાણ લખો. પ્લેજરિઝમ (બીજાના વિચાર પોતાના નામે), નફરત, ભય ફેલાવતું, અશ્લિલ, બીજાની માલિકીના ફોટા વાળું લખાણ લખવાથી દૂર રહો!
  2. લખાણની સાથે તેને લગતા ચિત્રો/વિડિઓ મૂકો. ધ્યાન રહે ચિત્રો પોતાના હોવા જોઈએ. પોતાના ન હોય તો બીજા વાપરી શકાય પણ તે માટે તેને યોગ્ય ક્રેડિટ અને સ્ત્રોતની લિન્ક દર્શાવવી જરૂરી છે. 
  3. લખાણેને યોગ્ય ‘ટેગ્સ’ મૂકો. કોઈને કંઈ શોધવું હોય તો તે માટે ‘ટેગ્સ’ જરૂરી. તમારા લખાણને લગતા યોગ્ય ટેગ્સ મૂકેલા ન હોય તો તે લખાણ વાચકને માટે શોધવું અશક્ય બને. ટેગ્સમાં આખે આખા વાક્ય ન લખતાં, ફક્ત શબ્દો લખો.
  4. જોડણી ભૂલો સુધારો. માણસ માત્ર ભૂલને પાત્ર. જોડણી/ટાઈપ ભૂલો થવી સામાન્ય છે પણ લખાણ પ્રસિદ્ધ કરતાં પહેલાં ‘અક્ષર’ જેવા સ્પેલ ચેકર વાપરીને જોડણી ભૂલો સુધારી શકાય.
  5. લખાણને યોગ્ય મથાળું બાંધો. ઓછા વિરામ ચિહ્નો વાપરીને મથાળું બનાવો. ચબરાક મથાળું વધુ વાચકો ખેંચી લાવશે.

ઉપરની પાંચ ટિપ્સ એ વિનય ખત્રીના નહીં પણ જોય વિક્ટરીના વિચારો છે. ભાષાંતર વિનય ખત્રીએ કર્યું છે. મૂળ લેખ માટે જુઓ વર્ડપ્રેસ બ્લૉગ

(more reading on the same topic)

કોપીરાઇટ (૧)

કૉપી-પેસ્ટ કેવી રીતે કરશો ?

ઉઠાંતરી પર નભતા બ્લોગને ઓળખો

બ્લોગ એટલે પ્રસિદ્ધિનો મોહ નહીં, સર્જનનો આનંદ – જીજ્ઞેશ અધ્યારૂ

કોપી-પેસ્ટ વિષે ની કેટલીક વાતો !!

What is Copyright?


 
 
 
%d bloggers like this: