મિત્રો,
તો ફરીથી સમય આવી ગયો છે લોકપ્રિય અને સમૃદ્ધ વિચારવંતુ ગુજરાતી વાંચન પીરસતા આ વર્ષના શ્રેષ્ઠ ગુજરાતી બ્લોગ્સ / વેબસાઈટ્સ શોધી કાઢવાનો… !
ગુજરાતી બ્લોગજગતમાં ગત વર્ષે કરેલ અનોખી શરૂઆત એક સફળ, મજેદાર, સંતોષપ્રદ અને ઉપયોગી પ્રયત્ન હતો. આ વર્ષે પણ એ જ રીતે (દ્વિતિય) શ્રેષ્ઠ ગુજરાતી બ્લોગ્સ સ્પર્ધા – ૨૦૧૨ નું આયોજન હાથ ધર્યું છે.
આ મહાકાય આયોજન માટે સૌપ્રથમ જરૂરત છે ગુજરાતી બ્લોગજગતની બ્લોગના નામ પ્રમાણેની ગત વર્ષની યાદીને ફરી એક વખત અપગ્રેડ કરવાની, વધુ ઉપયોગી અને વર્ગીકૃત કરવાની. આ કાર્ય માટે બ્લોગના નામ પ્રમાણેની યાદીમાં નામ નથી તેવા અને / અથવા નવા બનેલા બ્લોગ્સની માહિતિ જરૂરી છે. યાદીમાં ન હોય એવા બ્લોગ્સના નામ, વેબકડી અને લેખક / સંપાદકના નામ આ પોસ્ટની નીચે પ્રતિભાવમાં ઉમેરવા વિનંતિ. ૧ ઓક્ટોબર સુધીમાં આ યાદી તૈયાર કરવાનો પ્રયત્ન છે.
એક વિચાર એવો પણ છે કે બ્લોગજગતની યાદી અને (દ્વિતિય) શ્રેષ્ઠ બ્લોગ સ્પર્ધા એ બે ભિન્ન બાબતો છે અને એ બંને અલગ અલગ રાખવા. પણ પ્રાથમિક વિચાર મુજબ હાલ તો ગુજરાતી બ્લોગ્સની યાદી અપગ્રેડ કરવાની શરૂઆત કરી છે, હું અને કાંતિભાઈ કરસાળા આ કામ કરીશું.
સ્પર્ધાના અન્ય પાસાઓ અને વધુ વિગતો સાથે ટૂંક સમયમાં ફરી ઉપસ્થિત થઈશું. દરમ્યાનમાં આ કાર્યમાં મદદ કરવા માંગતા મિત્રો તરફથી સહકારની અપેક્ષા છે.
આભાર,
– જીજ્ઞેશ અધ્યારૂ