RSS

આચાર સંહિતા-બ્લોગરો માટેનાં કાયદા જાણો અને તેનાથી ડરો.

06 માર્ચ

વિનયભાઇ ખત્રી એક જાગૃત વાચક છે. જે માતભાષા સંરક્ષણનું ઉમદા કામ છે. જેઓ બ્લોગરની ક્ષતિ પકડી અને સુધારો કરાવે છે. ઘણી વખત અજ્ઞાન પણ કામ કરે છે તે અજ્ઞાન દુર કરવાનો અલ્પ પ્રયત્ન આ લેખ દ્વારા મારો છે. હું પહેલા સ્વિકારી લઉં કે હું અલ્પમતિ છું અને સૌ બ્લોગર ભાઇઓની સાથે હું પણ શીખતો આવ્યો છું તેથી આ લેખમાં પણ કચાશ હોય કે તેમા વધારે ઉમેરવા જેવું લાગે તો જરુરથી જણાવશો.

તકનીકી વિકાસે પ્રકાશન સુલભ અને સરળ બનાવ્યું પણ અત્રે એ જરુરી છે કે બ્લોગ અને મિત્રોમાં ઇ મૈલ મોકલવા તે બે તદ્દન જુદી વાત છે.

બ્લોગ મહદ અંશે પોતાના લખાણો અને પોતાની વિચારધારાઓને જગ સામે મુકવાનો રસ્તો છે. અને તેથીજ મોટા નેતા અને અભિનેતા પોતાના ચાહકોમાં પોતાની વાતો લખે છે અને ઘણી વખત તેમના જવાબ પણ આપે છે. બ્લોગ જ્યારે પ્રકાશનનું માધ્યમ બન્યુ ત્યારે પ્રકાશનનાં કેટલાક મુળભૂત નિયમો જાણવા જરુરી છે.આ જાણકારી સ્વનિયંત્રણ નો એક પ્રકાર છે.

  • બ્લોગ ઉપર પોતાને ગમેલા અન્યનાં વાક્યો, કવિતા કે લેખોની નીચે પોતાનું નામ મુકી દેવું તે બુધ્ધિધનની ચોરી છે. અને હાલમાં તેની સજા ફજેતી છે. (  નેટ જગતમાં કોપી પેસ્ટ વાળા બ્લોગનો સમાવેશ કરવામાં આવશે નહી.. અને જો તેમ કરતા પકડાશે તેઓનું નામ રદ થશે)
  • જાણીતા લેખકોની કૃતિ તેમના નામ સાથે મુકવી એ વહેવાર હોઇ શકે પણ જો તે લેખક કે કવિ તેમનું બુધ્ધિધન વાપરવા બદલ વળતર માંગે કે વાંધો ઉઠાવે તો સવિનય માફી સાથે તે કૃતિ દુર કરવી
  • જો ખરેખર કૃતિ ગમી હોયતો જે તે લેખક્ની પરવાનગી લઇને મુકવી અને મુક્યા પછી તેમને જાણ કરવી. ( મહદ અંશે લેખકો પરવાનગી આપતા જ હોય છે.. તેમને જાણ કરવાનો વિવેક આપણો હોવો જોઇએ)
  • ઘણા લોકો કોપી રાઈટએક્ટને દાંત અને નખ વિનાનો વાઘ માને છે જે ભુલ ભરેલ છે જ્યારે કાયદો અમલમાં આવે ત્યારે તેની સજા..દંડ અને જેલ પણ હોઇ શકે
  • કોઇને ઉતારી પાડવા અથવા ભળતા નામે બુરાઇ કરવાની જો કુટેવ હોયતો સત્વરે સુધારી લેશો.. બ્લોગ એ સંસ્કારીતાનું સ્થાન છે. વાણી વિલાસ, નગ્નતા અને અશ્લીલ લખાણો જેમ પ્રકાશનમાં નીંદનીય હોયછે તેમજ બ્લોગીંગમાં પણ છે. તેને લખનારો લેખક (ભલેને તે આભાસી નામે લખતો હોય) અને તેને પ્રસિધ્ધ કરનારો બ્લોગર જેતે દેશનાં કાયદાની ચુંગલમાં આવી શકે છે.

ફરીથી જણાવું કે કાયદા જાણો અને તેનાથી ડરો. તે વહેવારિક જીવન છે. તેના ઉલ્લંઘનો કદાચ ટુંકા ગાળાની પ્રસિધ્ધિ આપશે પણ લાંબા ગાળાની તો નુકશાની જ આપે છે. ઝેરનાં પારખા ન હોય.. અને ઝેર પી ગયા પછી તેની અસરો આવે આવે અને આવેજ. આપણે નિજાનંદ માટે સર્જન કરીયે અને સાથે સાથે ધ્યાન રાખીયે કે તેમ કરતા તમારુ અહિત તો નથી થતુને…

આજે વિનયભાઇનો ઈ મેલ આવ્યો જેમાં તેમણે જોય વિક્ટ્રી એ બ્લૉગ વિશેની પાંચ ટિપ્સ આપી છે:

  1. અગાઉ લખાઈ ચૂક્યું ન હોય એવું મૌલિક લખાણ લખો. પ્લેજરિઝમ (બીજાના વિચાર પોતાના નામે), નફરત, ભય ફેલાવતું, અશ્લિલ, બીજાની માલિકીના ફોટા વાળું લખાણ લખવાથી દૂર રહો!
  2. લખાણની સાથે તેને લગતા ચિત્રો/વિડિઓ મૂકો. ધ્યાન રહે ચિત્રો પોતાના હોવા જોઈએ. પોતાના ન હોય તો બીજા વાપરી શકાય પણ તે માટે તેને યોગ્ય ક્રેડિટ અને સ્ત્રોતની લિન્ક દર્શાવવી જરૂરી છે. 
  3. લખાણેને યોગ્ય ‘ટેગ્સ’ મૂકો. કોઈને કંઈ શોધવું હોય તો તે માટે ‘ટેગ્સ’ જરૂરી. તમારા લખાણને લગતા યોગ્ય ટેગ્સ મૂકેલા ન હોય તો તે લખાણ વાચકને માટે શોધવું અશક્ય બને. ટેગ્સમાં આખે આખા વાક્ય ન લખતાં, ફક્ત શબ્દો લખો.
  4. જોડણી ભૂલો સુધારો. માણસ માત્ર ભૂલને પાત્ર. જોડણી/ટાઈપ ભૂલો થવી સામાન્ય છે પણ લખાણ પ્રસિદ્ધ કરતાં પહેલાં ‘અક્ષર’ જેવા સ્પેલ ચેકર વાપરીને જોડણી ભૂલો સુધારી શકાય.
  5. લખાણને યોગ્ય મથાળું બાંધો. ઓછા વિરામ ચિહ્નો વાપરીને મથાળું બનાવો. ચબરાક મથાળું વધુ વાચકો ખેંચી લાવશે.

ઉપરની પાંચ ટિપ્સ એ વિનય ખત્રીના નહીં પણ જોય વિક્ટરીના વિચારો છે. ભાષાંતર વિનય ખત્રીએ કર્યું છે. મૂળ લેખ માટે જુઓ વર્ડપ્રેસ બ્લૉગ

(more reading on the same topic)

કોપીરાઇટ (૧)

કૉપી-પેસ્ટ કેવી રીતે કરશો ?

ઉઠાંતરી પર નભતા બ્લોગને ઓળખો

બ્લોગ એટલે પ્રસિદ્ધિનો મોહ નહીં, સર્જનનો આનંદ – જીજ્ઞેશ અધ્યારૂ

કોપી-પેસ્ટ વિષે ની કેટલીક વાતો !!

What is Copyright?


 
38 ટિપ્પણીઓ

Posted by on માર્ચ 6, 2010 માં ગુજબ્લોગજગત

 

38 responses to “આચાર સંહિતા-બ્લોગરો માટેનાં કાયદા જાણો અને તેનાથી ડરો.

  1. kirankarmyogi

    એપ્રિલ 24, 2013 at 5:24 પી એમ(pm)

    ઘણું નવું જાણવા રેક બ્લોગરે જાણવા જેવી માહિતી છે.

     
  2. ravaliya ramde

    સપ્ટેમ્બર 27, 2013 at 1:55 પી એમ(pm)

    blog banavel 6 pan menubar ane design ane post mukta aavdatu nathi.pls mahiti http://www.motakalawadprimaryschool@gmail.com par moklava vinanti.6

     
  3. "દ્વિત્ય"

    ઓક્ટોબર 19, 2013 at 5:00 એ એમ (am)

    આપશ્રીએ લોક જાગૃતિ અને ફરજો પ્રત્યે સભાનતા માટે નો ખરેખર ઉમદા પ્રયત્ન કર્યો છે
    વિજય ભાઇ આપનો આભાર
    વધુમાં જોડણી ની ભૂલો સુધારવા માટે નું “અક્ષર” કયાંથી મેળવી શકાશે એ જણાવવા વિનંતી.

     
  4. navinbhai govabhai bhatiya

    મે 12, 2014 at 4:23 પી એમ(pm)

    at-ghantiyali,ta-tharad,di-banaskantha,st-gujarat

     
  5. prakash nayak

    મે 23, 2014 at 6:45 એ એમ (am)

    blogs list creat a new blog ma title pa6i address nathi aavatu su karvu plz help ” Sorry this address is not available ” aavu aave 6

     
  6. dipak chavda

    ઓગસ્ટ 21, 2014 at 11:22 એ એમ (am)

    blog banavel 6 pan menubar ane design ane post mukta aavdatu nathi.pls mahiti deepakchavda2005@gmail.com uper apva vinanti

     
  7. jamod sanjay k

    મે 16, 2015 at 11:45 એ એમ (am)

    url kem banavavu .
    as me blog banavyo to ema skjamod.blogspot.in .
    aama blogspot.in ne nukalavu hoy to kem nikale

     
  8. hiren

    જૂન 19, 2015 at 7:12 એ એમ (am)

    blogger ma online vizitor and total vizitor ni colume kevi rite add karvi?
    please give me solution….

     

Leave a reply to dipak chavda જવાબ રદ કરો