RSS

શ્રેષ્ઠ ગુજરાતી બ્લોગ સ્પર્ધા ૨૦૧૧ અપડેટ્સ – ૨

16 ઓક્ટોબર

પ્રિય મિત્રો,

ગુજરાતી બ્લોગજગતના શ્રેષ્ઠ ૧૦ બ્લોગ્સ માટે વોટ આપવાની મુદ્દત પૂર્ણ થઈ છે. ગઈકાલે મત આપવા માટેનો અંતિમ દિવસ હતો.

મત અને પ્રતિભાવો રૂપે જેને અકલ્પ્ય પ્રતિસાદ મળ્યો છે તેવી આ સમગ્ર પ્રક્રિયા આપ સૌના સહકાર વિના આમ સુંદર રીતે આગળ વધી શકી ન હોત, આપના સતત પ્રોત્સાહન અને સૂચનો બદલ આભાર. ૯૫૩ બ્લોગના લિસ્ટમા હજુ અનેક બ્લોગ ઉમેરવા માટેના સૂચનો મળે છે અને આ એક અંતવિહીન પ્રક્રિયા છે, છતાંય મોકો મળે કે તરતજ એ યાદી ફરી તરતજ અપડેટ થઈ જશે.

અમુક મિત્રોએ અને ખાસ કરીને બહેનોએ આ મતપ્રક્રિયાની તારીખને લંબાવવા વિનંતિ કરી હતી, તેમનું કહેવું હતું કે પહેલા નવરાત્રી અને હવે દીવાળીના કામને લઈને તેમને મતદાન માટે સમય ફાળવવાનો અવસર મળ્યો નથી. પરંતુ આ પંદર દિવસથી સતત ચાલતી રહેલી પ્રક્રિયા છે, નિર્ણાયક મિત્રો અને આયોજકોમાંથી બહુમતિ સભ્યોની ઈચ્છા મતપ્રક્રિયા પૂર્ણ કરવાની છે અને એથી આ મતદાન બંધ કરવામાં આવી રહ્યું છે.

મતદાતાઓએ ઘણી સૂઝથી, ખંતથી અને પારખી નજરે મત આપ્યા છે એવું મારું પ્રાથમિક તારણ છે. છતાંય આવનારા સમયમાં આ પ્રક્રિયાના વધુ પરિપાકો અને પરિણામો વહેંચતા રહીશું. મતોની આંકડાકીય માયાજાળમાં અત્યારે પડતો નથી.

અપાયેલા મતને સાર્વજનિક કરવા કે નહીં એ માટે એક નાનકડો પોલ આ જ બ્લોગના ઉપરના ભાગે જમણી તરફ લાલ ચોરસમાં ચાલી રહ્યો છે. અને ૧૦૦થી વધુ મતોમાંથી ૮૬% થી વધુ લોકો કહે છે કે એ મતોને જાહેર કરવા જોઈએ. આપનું શું કહેવું છે?

અને, અંતે મતગણતરી થાય અને દિવાળી અથવા બેસતા વર્ષના દિવસે પરિણામો જાહેર કરીએ ત્યાં સુધી ગુજરાતી બ્લોગજગત માટેના સામાન્ય જ્ઞાનની કેટલીક વાત… આપને ખબર છે… ? પ્રતિભાવમાં જવાબ આપો…. આપણે સૌ આ ખૂબ જરૂરી વિગતો જાણીએ…

સૌપ્રથમ ગુજરાતી બ્લોગ કયો?
એ કઈ સાલમાં શરૂ થયો?

સૌપ્રથમ ગુજરાતી વેબસાઈટ કઈ?
એ કઈ સાલમાં શરૂ થઈ?

સૌપ્રથમ સ્વરચિત કાવ્યોની વેબસાઇટ કઈ?

સૌપ્રથમ ગુજરાતી ઈ-મેગેઝીન કયું?

સૌપ્રથમ ઓનલાઈન થયેલું ગુજરાતી ઈ-પુસ્તક કયું હતું?

સૌપ્રથમ ઈ-પુસ્તકો ક્યાંથી ડાઊનલોડ માટે ઉપલબ્ધ થયાં?

યુનિકોડ આધારીત સૌપ્રથમ ગુજરાતી બ્લોગ / વેબસાઈટ કઈ?

સૌપ્રથમ ગુજરાતી બ્લોગ એગ્રીગેટર કયું?

સાહિત્ય સિવાયના વિષયો માટે બ્લોગીંગ થતું હોય એવી સૌપ્રથમ વેબસાઈટ / બ્લોગ કયો?

ગુજરાતી ભાષાની સૌથી વધુ ક્લિક્સ ધરાવતો બ્લોગ / વેબસાઈટ આપના મતે કઈ છે?

સાહિત્ય સિવાયના વિષયો માટે બ્લોગીંગ થતું હોય એવી અન્ય કઈ ગુજરાતી વેબસાઈટ્સ તમે જાણો છો?

મતદાનના જવાબોને આધારે પ્રમુખ ૨૫ બ્લોગ્સના નામ મતોમાંથી અમે શોધી કાઢીએ ત્યાં સુધી આ જવાબો શોધીને અહીં આપવાનો પ્રયત્ન કરશો. કમ સે કમ આપણા બ્લોગપરિવાર વિશેનું આટલું સામાન્ય જ્ઞાન તો મેળવીએ!

– જીજ્ઞેશ અધ્યારૂ

 
14 ટિપ્પણીઓ

Posted by on ઓક્ટોબર 16, 2011 માં ગુજબ્લોગજગત

 

ટૅગ્સ: , ,

14 responses to “શ્રેષ્ઠ ગુજરાતી બ્લોગ સ્પર્ધા ૨૦૧૧ અપડેટ્સ – ૨

  1. vkvora2001

    ઓક્ટોબર 16, 2011 at 9:36 એ એમ (am)

    ==

    મતદાન થઈ જાય અને મતગણતરી થાય એ વચ્ચે થોડોક સમય રાખવામાં આવે છે. પેટીઓ ભેગી કરવી, સ્ટાફને આરામ આપવો, જ્યાં ગણતરી થતી હોય ત્યાં વ્યવસ્થા કરવી, વગેરે, વગેરે..

    મતદાન પછી બીજા દીવસે સમાચાર પત્રોમાં ઘણી વીગતો આવે છે જેમકે મતદાન કેટલું થયું, ક્યાં શું મુશ્કેલી થઈ…

    આ અપડેટસ – ૨ તો આવ્યું પણ મતગણતરી થાય ત્યાં સુધી ઘણાંને ચેન પડતું નથી એટલે સમાચાર જરુર આપતા રહેજો….

     
    • જીગ્નેશ અધ્યારૂ

      ઓક્ટોબર 17, 2011 at 5:28 પી એમ(pm)

      મતદાન પૂર્ણ થયા પછી કાર્યકરો ચા-નાસ્તો કરી રહ્યા છે…

      🙂

      અપડેટ્સ આવતી જ રહેશે સાહેબ….

       
  2. Kartik

    ઓક્ટોબર 17, 2011 at 7:32 એ એમ (am)

    બોગસ વોટિંગ, બૂથ કેપ્ચરિંગ, કેશ ફોર વોટ, ધાક-ધમકી, ક્રોસ વોટિંગ, દારુ-બારુ વગેરે થયું છે? એમ ના થયું હોય તો મતદાનમાં મજા ન આવે… 😀

     
    • જીગ્નેશ અધ્યારૂ

      ઓક્ટોબર 17, 2011 at 5:34 પી એમ(pm)

      બોગસ વોટિંગ ….. ખૂબ થયું છે, જો કે એને ચોક્કસ અર્થમાં બોગસ કહી શકાય કે કેમ એ શંકા છે, પણ એક જ IP સરનામા પરથી છ વોટ્સ પડ્યા છે…. અને આ એકલો કિસ્સો નથી.

      સલામતી વ્યવસ્થા સજ્જડ હોવાને લીધે બૂથ કેપ્ચર થઈ શક્યા નથી.

      કેશ ફોર વોટ… છે કોઈ… ?? 🙂

      ધાક ધમકી? અમે પોરબંદરમાં જણમેલા…. કોની માતાશ્રીએ હવાહેર હૂંઠ ખાધી સે તી અમને ધમકી આપે?

      ક્રોસ વોટિંગ પણ ખૂબ થયેલ છે.

      દારુ બારુ…. ગુજરાતમાં તો દારુબંધી છે! 🙂

      બાકી મતદાનમાં મજા તો ખૂબ આવી, અમે એક પણ મત નથી આપ્યો તો પણ…

       
      • અશોક મોઢવાડીયા

        ઓક્ટોબર 19, 2011 at 7:06 પી એમ(pm)

        “ધાક ધમકી? અમે પોરબંદરમાં જણમેલા…. કોની માતાશ્રીએ હવાહેર હૂંઠ ખાધી સે તી અમને ધમકી આપે?”
        — ભાઈ !! ભાઈ !!! હવે બરડાનું પાણી દેખાયું 🙂
        આપણા ચૂંટણીતંત્રએ પણ આવી કરડાકી દાખવવી જોઇએ ! જામ્યું. આભાર.

         
  3. રૂપેન પટેલ

    ઓક્ટોબર 17, 2011 at 1:52 પી એમ(pm)

    સૌપ્રથમ ગુજરાતી બ્લોગ કયો?
    http://www.forsv.com/guju ——– ફોર એસ વી -પ્રભાતનાં પુષ્પો
    એ કઈ સાલમાં શરૂ થયો?
    January 29th, 2005
    સૌપ્રથમ ગુજરાતી વેબસાઈટ કઈ?
    એ કઈ સાલમાં શરૂ થઈ?
    http://www.readgujarati.com/ ———– રીડગુજરાતી.કોમ
    9મી જુલાઈ, 2005
    સૌપ્રથમ સ્વરચિત કાવ્યોની વેબસાઇટ કઈ?
    www .vmtailor.blogspot.com ——- શબ્દો છે શ્વાસ મારા
    સૌપ્રથમ ગુજરાતી ઈ-મેગેઝીન કયું?
    http://www.readgujarati.com/ ———– રીડગુજરાતી.કોમ
    સૌપ્રથમ ઓનલાઈન થયેલું ગુજરાતી ઈ-પુસ્તક કયું હતું?
    વરણાગી વનમાળી
    સૌપ્રથમ ગુજરાતી બ્લોગ એગ્રીગેટર કયું?
    http://www.forsv.com/samelan/ ————-ફોર એસ વી – સંમેલન
    સૌપ્રથમ ઈ-પુસ્તકો ક્યાંથી ડાઊનલોડ માટે ઉપલબ્ધ થયાં?
    http://www.pustakalay.com/ ——- Public Gujarati Library
    ગુજરાતી ભાષાની સૌથી વધુ ક્લિક્સ ધરાવતો બ્લોગ / વેબસાઈટ આપના મતે કઈ છે?
    http://www.funngyan.com/
    યુનિકોડ આધારીત સૌપ્રથમ ગુજરાતી બ્લોગ / વેબસાઈટ કઈ?
    http://www.readgujarati.com/ ———– રીડગુજરાતી.કોમ
    સાહિત્ય સિવાયના વિષયો માટે બ્લોગીંગ થતું હોય એવી અન્ય કઈ ગુજરાતી વેબસાઈટ્સ તમે જાણો છો?
    http://netvepaar.wordpress.com/ ——— ઈન્ટરનેટ પર વેપાર…ગુજરાતીમાં

     
    • વિવેક દોશી

      ઓક્ટોબર 19, 2011 at 3:35 એ એમ (am)

      @rupenbhai thanks for updat

       
      • Kartik

        ઓક્ટોબર 23, 2011 at 6:35 પી એમ(pm)

        સૌપ્રથમ ગુજરાતી વેબસાઈટ રેડિફ ગુજરાતી હતી. પણ તે યુનિકોડ આધારિત નહોતી. ૨૦૦૪ની સાલમાં ઉત્કર્ષ.ઓર્ગ શરુ થઈ અને કાળના પ્રવાહમાં વિલીન થઈ. ૨૦૦પની આસપાસ ગુજરાતીલેક્સિકોન.કોમે દેખા દીધી. ફોરએસવી એ યુનિકોડ આધારિત પ્રથમ બ્લોગ પણ હતો.

         
  4. Pancham Shukla

    ઓક્ટોબર 19, 2011 at 12:46 પી એમ(pm)

    To the best of my knowledge:

    સૌપ્રથમ ગુજરાતી વેબસાઈટ કઈ? એ કઈ સાલમાં શરૂ થઈ?
    ઝાઝી.કોમ- http://zazi.com/ (1998) and કેસૂડા- http://kesuda.com/(1999)

    સૌપ્રથમ ગુજરાતી ઈ-મેગેઝીન કયું?
    ઝાઝી અને કેસૂડા અને પાછળથી ગઝલ ગુર્જરી

    યુનિકોડ આધારીત સૌપ્રથમ ગુજરાતી બ્લોગ?
    http://www.forsv.com/guju (intially as blog)
    and shortly after (or around the same perioid) was that of Dhaval Shah’s http://www.layastaro.com (initially as blog).

    સૌપ્રથમ સ્વરચિત કાવ્યોની વેબસાઇટ કઈ?
    A proper website is: www .vmtailor.blogspot.com ——- શબ્દો છે શ્વાસ મારા
    However, I remember seeing couple of webpages of personal poetries even in late 1990s (and first half of the first decade of 21st century). E.g. Pravin K Shah’s poem on Anglefire: http://www.angelfire.com/poetry/pravinchandra/ (The pdf file of introduction reveals the creation date on 2004: http://www.angelfire.com/poetry/pravinchandra/About_me.pdf)
    I had a page of my poems (while pursuing PhD) in 2003-04: http://www.commsp.ee.ic.ac.uk/~pancham/mystuff.html and then a blog on blogger around 2005 and then on wordpress in 2007.

     
  5. vijayshah

    ઓક્ટોબર 19, 2011 at 1:58 પી એમ(pm)

    સૌપ્રથમ ગુજરાતી બ્લોગ કયો? એ કઈ સાલમાં શરૂ થયો? http://www.zazi.com, 2001

    સૌપ્રથમ ગુજરાતી વેબસાઈટ કઈ? http://www.kesuda.com 2001
    એ કઈ સાલમાં શરૂ થઈ?

     
  6. જીગ્નેશ અધ્યારૂ

    ઓક્ટોબર 20, 2011 at 3:37 એ એમ (am)

    @રૂપેનભાઈ @વિજયભાઈ – http://zazi.com પર દર્શાવ્યુ છે તેમ એ ૧૯૯૮થી ચાલી રહેલી વેબસાઈટ છે.

     
  7. વિનય ખત્રી

    ઓક્ટોબર 20, 2011 at 7:11 એ એમ (am)

    “ગુજરાતી ભાષાની સૌથી વધુ ક્લિક્સ ધરાવતો બ્લોગ / વેબસાઈટ આપના મતે કઈ છે?” આ પ્રશ્નનો કોઈ મતલબ નથી. તમે કહો તે બ્લૉગની તમે કહો તેટલી ક્લિક્સ અપાવી દઉં…! કેવી રીતે? જવાબ = http://funngyan.com/2011/01/29/clicks/

    છતાં તમને લાગતું હોય કે ક્લિક્સ મહત્વની છે તો કેટલા સમયમાં મળી છે તે જાણવું પણ જરૂરી છે.

    નવા અને સારા બ્લૉગને સહજ છે કે ઓછી ક્લિક્સ મળી હોય અને જૂના અને સાધારણ બ્લૉગને કોઇ ક્લિક ન કરતું હોય તો પણ સ્પામ કૉમેન્ટ મૂકવા આવતા સ્પામરો ક્લિક્સની સંખ્યા વધારતા જતા હોય છે.

    પેજ હજી પુરું દેખાય ન દેખાય ત્યાં જ પેજનું કંટેન્ટ જોઈને ગંદી ગાળ બોલીને પેજને બંધ કરી દેતો મુલાકાતી પણ પેજની ક્લિક્સ વધારી જતો હોય છે!

     
    • Kartik

      ઓક્ટોબર 23, 2011 at 6:37 પી એમ(pm)

      લાઈક બટન ક્યાં છે? 🙂

       
  8. પરાર્થે સમર્પણ

    ઓક્ટોબર 25, 2011 at 6:24 એ એમ (am)

    આદરણીય શ્રી

    આપને તેમજ આપના પરિવારજનોને દીપાવલીના પર્વની શુભ કામના અને નુતન વર્ષાભિનંદન.

    નવું વર્ષ આપની આશા ઉમંગોને પરિપૂર્ણ કરી અનેરી સિધ્ધિઓ અર્પી સફળતાના શિખરો સર કરાવી

    દ્રઢ મનોબળ સુખ સંપતિ અને તંદુરસ્ત આરોગ્ય બક્ષે એવી અપેક્ષા

     

Leave a comment